Punjab News : CM માન સરકારે ઝડપ્યા કરોડોની કિંમતના ડ્રગ્સ, હેરોઈન અને અફીણ

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર કાનુન વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા ક્ષેત્રે પણ ઘણી સારી કામગીરી કરી રહી છે.

સીમા સુરક્ષા દળના જવાનોએ ગુરદાસપુર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર દોસ્તપુર ગામ નજીકથી 6 કિલો 300 ગ્રામ હેરોઈન અને 70 ગ્રામ અફીણ જપ્ત કર્યું છે. જપ્ત કરવામાં આવેલા હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 30 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Punjab News

બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમા સુરક્ષા દળના અધિકારીઓએ એક ગુપ્ત માહિતીના આધારે દોસ્તપુરની બહાર એક ખેતરમાં જમીનમાં દાટેલી બેટરી મળી આવી હતી. બેટરીની તપાસ કરતા તેમાં છૂપાયેલા હેરોઈન અને અફીણના 6 પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતાં 6 કિલો 300 ગ્રામ હેરોઈન અને 70 ગ્રામ અફીણ મળી આવ્યું હતું.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા આ વસૂલાત બાદ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોઈ દાણચોર પાકિસ્તાનથી આ અફીણ લાવ્યા હતા, તેને બેટરીમાં નાખીને જમીનમાં દાટી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ ગુરદાસપુર જિલ્લાની બોર્ડર પરથી હેરોઈન ઝડપાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X