Punjab News : CM માને ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ બાદ પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત

Punjab News : ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ બાદ પંજાબના વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. બીજી તરફ ચંદ્રયાન 3 ના લોન્ચિંગમાં ભાગ લેનારા પંજાબના 30 બાળકો સાથે મુખ્યમંત્રી ભગવંત માને ખાસ બેઠક કરી હતી. CM માને તેમના નિવાસસ્થાને આ ખાસ બેઠક દરમિયાન શિક્ષણ મંત્રી હરજોત બેન્સ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ચંદ્રયાન 3નું લોન્ચિંગ જોવું એ આ બાળકો માટે એક મોટી તક હતી. આ પહેલીવાર છે, જ્યારે પંજાબની સરકારી શાળાના બાળકોને આ પ્રકારના લોન્ચ માટે બોલાવવામાં આવ્યા હતા. CM ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં ઈસરોનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેના માટે પંજાબ સરકાર જમીન આપશે.

Punjab News

જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, ફરીથી 23 જુલાઈના રોજ પંજાબના શિક્ષકો ટ્રેનિંગ માટે સિંગાપુર જશે. ISRO સાથે વાતચીત કરવામાં આવી છે કે, આગામી સમયમાં 13 વધુ ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે, જેમાં પંજાબની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેથી કરીને પંજાબના વિદ્યાર્થીઓ વિશ્વમાં નામ રોશન કરી શકે.

ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ લાઈવ જોવા માટે 30 બાળકોને મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પંજાબના વિદ્યાર્થીઓ શુક્રવારના રોજ ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ લાઈવ જોઈને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પરત ફર્યા છે અને બાળકોએ જણાવ્યું કે, તેમનો અનુભવ ઘણો સારો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X