Punjab News : CM માને આરોગ્ય વિભાગની બેઠક બોલાવી, લેશે મહત્વના નિર્ણયો
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે. બેઠક અંગે કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી ભગવંત માને શનિવારની સવારે 11.30 કલાકે ચંદીગઢમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેમાં આમ આદમી ક્લિનિક્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક દરમિયાન રાજ્યમાં વધુ નવા આમ આદમી ક્લિનિક્સ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી અને વિભાગના અધિકારીઓ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
