10 વર્ષથી વધુ જૂના કર્મચારીઓ કાયમી થશે, CMના હાથે મળશે નિમણૂક પત્ર

Punjab News : પંજાબ સરકાર દ્વારા કામ કરતા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 10 વર્ષથી કામ કરતા કર્મચારીઓને કન્ફર્મ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 10 વર્ષથી કામ કરતા હોય એવા કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Punjab News

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આનાથી મહાનગરપાલિકામાં કામ કરતા 900થી વધુ કર્મચારીઓને ફાયદો થશે. જેમાં ડીસી રેટ પર કામ કરતા સફાઈ કામદારો, સીવરેજમેન, માળીઓ, બેલદાર, ડ્રાઈવરો અને સર્વિસમેનનો સમાવેશ થાય છે. આ અંગેનો અહેવાલ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરીને સરકારને મોકલવામાં આવ્યો છે.

લોકલ બોડી ડિપાર્ટમેન્ટની મંજૂરી મળ્યા બાદ આ કર્મચારીઓને નિયમિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આ કર્મચારીઓને નિમણૂક પત્ર આપવાની પ્રક્રિયા મુખ્યમંત્રી ભાગવત માન દ્વારા શરૂ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા બે વર્ષ પહેલા સફાઈ કામદારો અને ગટરવ્યવસ્થાના માણસોને નિયમિત કરવા અંગે જાહેર કરવામાં આવેલી પોલિસીમાં ઓવરએજની શરતને કારણે હજૂ સુધી ઘણા કર્મચારીઓને નિયમિત કરવામાં આવ્યા નથી.

હવે 10 વર્ષથી વધુ જૂના કર્મચારીઓને નિયમિત કરવા માટે જે પોલિસી બહાર પાડવામાં આવી છે, તેમાં ઓવરએજની શરત દૂર કરવામાં આવી છે, જેના કારણે સફાઈ કામદારો અને ગટરના કર્મચારીઓને નિયમિત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

10 વર્ષથી વધુ જૂના કર્મચારીઓને નિયમિત કરવા માટે ઓનલાઈન સિસ્ટમથી મંજૂરી આપવામાં આવશે, જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવી છે. તેની સાથે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને કર્મચારીઓના સેલેરી સ્ટેટમેન્ટ સંબંધિત રિપોર્ટ અપલોડ કરવામાં આવ્યા છે. જેના આધારે કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય લેવાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X