Punjab News : માન સરકારે સરકારી શાળાઓમાં કર્યા ફેરફારો, પ્રિન્સિપાલ અને મેનેજરને સોંપી જવાબદારી

Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર શિક્ષણ ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.

પંજાબના જલંધરમાં સરકારી શાળાઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારી શાળાઓમાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ પગલું શિક્ષણનું સ્તર વધારવા અને સુધારવા માટે લેવામાં આવ્યું છે.

Punjab News

ઉલ્લેખનીય છે કે, હવે સંચાલકો માત્ર શાળાઓનો હવાલો સંભાળશે, અને પ્રિન્સિપાલ શિક્ષણ સાથે જોડાયેલા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી સરકારી શાળાઓનું સારું પરિણામ મળી શકે. મેનેજર શાળાની સુવિધાઓથી માંડીને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુધીના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ સાથે બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડવા અને કાર્યકરો સાથે સંકલન જાળવવાની જવાબદારી મેનેજરની રહેશે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ઉપરોક્ત તમામ કામ શાળાના આચાર્યો દ્વારા કરવા પડતા હતા, જેના કારણે તેઓ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકતા ન હતા.

મેનેજરોના કામ પર પણ નજર રાખવામાં આવશે, જેમની જવાબદારી કર્નલ રેન્કના નિવૃત્ત અધિકારીઓને આપવામાં આવી છે, જેઓ શાળાને લગતી મેનેજરની વહીવટી પ્રવૃત્તિઓ પર નજર રાખશે. તે કોઈપણ ખામીઓ જોવા મળે તેને સુધારવા માટે આદેશો જાહેર કરવાનું ચાલુ રાખશે.

આ બાબતે આચાર્યોનું કહેવું છે કે, આ નિર્ણય સરાહનીય છે અને હવે આચાર્ય પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર શૈક્ષણિક કાર્યમાં જ આપી શકશે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે પોતાના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત પહેલા જ કરી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X