Punjab News : માન સરકાર OPS અંગે કરી સમીક્ષાની તૈયારી, બનાવી ટીમ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જૂની પેન્શન યોજનાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે મળતી જાણકારી અનુસાર પંજાબ સરકાર જૂની પેન્શન સ્કીમ (OPS)ની સમીક્ષા કરવાની તૈયારી કરી રહી છે.
ઓપીએસની પુનઃસ્થાપના માટે પંજાબ સરકાર દ્વારા 3 ટીમોની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા બનાવવામાં આવેલી દરેક ટીમમાં બે અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ સાથે આ ટીમો દ્વારા સમીક્ષા આ મહિનાથી જ શરૂ થશે. આ ટીમો દ્વારા કોંગ્રેસ સરકાર દરમિયાન રાજ્યોની ઓપીએસ સ્કિમની સમીક્ષા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
