Punjab News : પંજાબની માન સરકારે લીધો કૃષિ વિષયક નિર્ણય, ખેડૂતોમાં ખુશીની લહેર
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભગવંત માન સરકારે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. જે કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પંજાબની ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે રાજ્યમાં ભૂગર્ભ જળનો ઉપયોગ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે યુદ્ધના ધોરણે કુવા સાફ કરવાની સાથે સાથે બંધ પડેલા અને ખાલી કુવાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે.

સિંચાઈ વિભાગના અગ્ર સચિવ કૃષ્ણ કુમારે સૂચના આપી છે કે, વધુને વધુ ખેતરોને નહેરનું પાણી પહોંચાડવા માટે કુવાઓ અને વાવ સાફ કરવામાં આવે અને દાયકાઓથી લોકોના કબ્જામાં રહેલા કુવાઓને ઓળખીને તૈયાર કરવામાં આવે. દાયકાઓ બાદ કુવાની સફાઈ અને માર્કિંગની કામગીરીને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, જે કુવાઓ પર માર્કિંગની જરૂર છે, તે પટવારીને સાથે લઈને માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. વિભાગના અધિકારીઓ ભાઈચારાથી લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેઓ કુવાને સરળતાથી છોડી દે.
જો આ કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવે, તો આવા લોકોએ જેટલા વર્ષો સુધી કુવા અને જમીનનો ઉપયોગ કર્યો છે, તેમને વ્યાજ સાથે કરારની રકમ ચૂકવવી પડશે.
આ સૂત્રોએ જણાવ્યું કે, લોકો જાતે જ સ્થળ છોડી રહ્યા છે. સામાન્ય રીતે એક કરમ અથવા બે કરમના કુવા પર ચિહ્નિત કરવામાં આવે છે. મતલબ કે, સાડા પાંચ ફૂટ અથવા 11 ફૂટ પર માર્કિંગ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
