Punjab News : વટહુકમ સામે માન સરકાર લાવશે નિંદા પ્રસ્તાવ, 19 અને 20 જૂને બોલાવ્યું વિશેષ સત્ર, કેજરીવાલ રહેશે
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
19 અને 20 જૂનના રોજ યોજાનારા પંજાબ સરકારના વિશેષ સત્ર દરમિયાન દિલ્હીમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને વખોડવાની દરખાસ્ત લાવવામાં આવશે. નિંદા પ્રસ્તાવ 20 જૂનના રોજ રજૂ કરવામાં આવશે.

સૂત્રોનું માનીએ તો આ પ્રસ્તાવ દરમિયાન અરવિંદ કેજરીવાલ પણ ગૃહમાં હાજર રહેશે. આ પહેલીવાર હશે, જ્યારે પંજાબ વિધાનસભાની કાર્યવાહી નિહાળવા અન્ય કોઈ રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે.
બીજી તરફ વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, કોંગ્રેસ વટહુકમ સામે આમ આદમી પાર્ટીને સમર્થન નહીં આપે.
પંજાબ અને દિલ્હી એકમ તરફથી માત્ર એટલું જ દબાણ છે કે, કોંગ્રેસના નેતાઓએ હજુ સુધી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરવાનો સમય આપ્યો નથી. આ સાથે જ એ પણ જોવાનું રહેશે કે, ગૃહમાં કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે વિશેષ સત્રની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ડીજીપીની નિમણૂકને લઈને પોલીસ એક્ટ 2007માં સુધારો કરવામાં આવશે. આ સિવાય એસેમ્બલી એમેન્ડમેન્ટ બિલ લાવી શકાય છે. જોકે અધિકારીઓ આ મામલે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
