Punjab News: ફેક સર્ટિફિકેટથી નોકરી લેનારાઓ પાસેથી વ્યાજ સહિત પૈસા વસૂલશે માન સરકાર
Punjab News: બનાવટી પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરી મેળવનારાઓ સામે ભગવંત માન સરકારે કડક વલણ અપનાવ્યું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જેમણે નકલી જાતિ પ્રમાણપત્રો, બનાવટી માર્કશીટ વગેરે દ્વારા પંજાબ સરકારમાં નોકરી મેળવી છે, તેમની પાસેથી વ્યાજ સહિત નાણાં વસૂલવામાં આવશે, જે તેઓએ પગાર દ્વારા મેળવ્યા છે.
AAP ધારાસભ્ય મનજીત સિંહ બિલાસપુરે વિધાનસભામાં જણાવ્યું હતું કે, આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં નકલી SC પ્રમાણપત્રો દ્વારા લોકોને નોકરી મળી છે. તેમણે અપીલ કરી હતી કે, આ માટે SITની રચના થવી જોઈએ, અને આવા લોકોની ઓળખ થવી જોઈએ. આ ઉપરાંત તે સુનિશ્ચિત કરવું જોઈએ કે, જેઓ આમાં સામેલ છે, તેમની પાસેથી નાણાં વસૂલવામાં આવે.

મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, આ મામલામાં કાર્યવાહી કરવામાં આવશે. પ્રવેશ રદ કરવામાં આવશે, લોકોને નોકરીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે. આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, આ લોકો સામે તપાસ ચાલી રહી છે. નકલી સર્ટિફિકેટ દ્વારા નોકરી અને એડમિશન લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં આવા લોકોની ઓળખ કરવામાં આવશે. તપાસ દરમિયાન જે લોકોએ નકલી દસ્તાવેજો સાથે નોકરી મેળવી છે, તેમની પાસેથી વ્યાજ સહિત નોકરીના સમગ્ર કાર્યકાળ દરમિયાન મળેલો પગાર વસૂલવામાં આવશે. આ રકમ સીએમ રિલીફ ફંડમાં જમા કરવામાં આવશે, અને આવા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવશે.












Click it and Unblock the Notifications
