Punjab news : પંજાબ શિક્ષણ વિભાગે કરી શિક્ષકોની બદલી, માન સરકારે આપ્યા ઓનલાઇન ઓર્ડર
Punjab news : પંજાબ શાળા વિભાગના જિલ્લા સ્તર પર શિક્ષકોની બદલી માટે ઓનલાઇન આદેશ જાહેર કર્યા છે. આ વાતની જાણકારી શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે સોશિયલ મીડિયા પર આપી હતી.
પંજાબ રાજ્યમાં 17 થી 19 મે દરમિયાન કુલ 5172 શિક્ષકોએ જિલ્લાની અંદર બદલી માટે ઓનલાઈન અરજી કરી હતી. વિનંતી કરનાર કુલ 5172 શિક્ષકોમાંથી 2651 શિક્ષકોની બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ શિક્ષકો એવા છે, જેમની જિલ્લા હેઠળની શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર બદલી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાળાના 308 નોન-ટીચિંગ સ્ટાફે પણ બદલી માટે વિનંતી કરી હતી. જેમાંથી 275 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પંજાબ સરકારના દાવા મુજબ, આ ટ્રાન્સફર સંપૂર્ણ પારદર્શિતા સાથે મેળવેલા મેરિટ માર્કસના આધારે ઓનલાઈન કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
