Punjab News : પંજાબ સરકારે રેકોર્ડ 29936 યુવાનોને નોકરી આપી - CM ભગવંત માન
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર રોજગાર ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ પહેલીવાર છે, જ્યારે રાજ્યના 29936 યુવાનોને પંજાબ સરકાર દ્વારા સરકારી નોકરીઓ આપવામાં આવી છે, જે એક રેકોર્ડ છે. કારણ કે, દેશમાં કોઈપણ રાજ્ય સરકારે પ્રથમ વર્ષમાં યુવાનોને આટલી નોકરીઓ આપી નથી.

મ્યુનિસિપલ ભવનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વીજળી અને તબીબી સંશોધન વિભાગમાં 252 નવા નિમણૂક પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા બાદ સંબોધન કરતાં મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, યુવાનોએ અનુભવવું જોઈએ કે, તેઓ રાજ્ય સરકારનો એક ભાગ બની રહ્યા છે. તે નવા પંજાબના નિર્માણ માટે અથાક મહેનત કરી રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ ભરતી અભિયાન સંપૂર્ણપણે યોગ્યતાના આધારે ચલાવવામાં આવી રહ્યું છે અને માત્ર લાયક અને જરૂરિયાતમંદ ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી રહી છે. ભગવંત માને જણાવ્યું હતું કે, આ ભરતી માત્ર મેરિટના આધારે કરવામાં આવી રહી છે, જેમાં ન તો કોઈ ભલામણ કામ કરશે કે ન તો કોઈ યુક્તિ.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય માણસની સ્થિતિ સમજે છે, તેમણે તાજેતરમાં એવા શિક્ષકોની સેવાઓ નિયમિત કરી છે, જેઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક શિક્ષકે તેને તેની સમસ્યા વિશે જણાવ્યું હતું.
ભગવંત માને જણાવ્યું હતું કે, જૂની રાજ્ય સરકારોના નકારાત્મક વલણને કારણે પંજાબ પ્રગતિ અને સમૃદ્ધિમાં પાછળ રહી ગયું છે. જે લોકો તેમના સત્તાકાળ દરમિયાન આલીશાન મકાનોમાં રહેતા હતા, તેઓ રાજ્યના રાજકીય નકશામાંથી બહાર ફેંકાઈ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યએ એક નવા યુગની શરૂઆત જોઈ છે. કારણ કે, અજેય ગણાતા આ નેતાઓને લોકોએ સત્તામાંથી ફેંકી દીધા છે. ભગવંત માને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, મોટા મહેલોમાં રહેતા આ લોકોએ ક્યારેય સામાન્ય માણસના કલ્યાણની પરવા કરી નથી.












Click it and Unblock the Notifications
