Punjab News : 1200 મેગાવોટ સોલાર પાવર ખરીદશે પંજાબ સરકાર

Punjab News : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજ પુરવઠો મજબૂત કરવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે, રાજ્ય સરકારે સતલજ જલ વિદ્યુત નિગમ સાથે 1200 મેગાવોટ પાવર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને પંજાબ ભવનમાં બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, PSPCL એ પંજાબ અને સમગ્ર દેશમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સમાંથી પાવર ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા.

Punjab News

તેમણે માહિતી આપી હતી કે, ગ્રીન એનર્જી લિમિટેડે તેના બિકાનેર (રાજસ્થાન), સતલુજ જલ વિદ્યુત નિગમ અને ભુજ ખાતેના પ્લાન્ટમાંથી રૂપિયા 2.53 પ્રતિ યુનિટના ભાવે 1,000 મેગાવોટ પાવર અને હોશિયારપુર (પંજાબ)માંથી રૂપિયા 2.75ના દરે 200 મેગાવોટ પાવર પ્રતિ યુનિટના દરે સપ્લાય કરવાના કરાર કર્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક બિડિંગ માટે પ્રથમ વખત સ્વિસ ચેલેન્જ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. ભગવંત માને જણાવ્યું હતું કે, પહેલા બિડ પ્રતિ યુનિટ રૂપિયા 2.59 હતી, પરંતુ વાટાઘાટો બાદ કિંમત ઘટીને રૂપિયા 2.53 થઈ ગઈ હતી.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, 200 મેગાવોટ પાવર સપ્લાય માટે યુનિટ દીઠ રૂપિયા 2.79ના ભાવે બિડ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લે રૂપિયા 2.75 પ્રતિ યુનિટ પર સહમતિ બની હતી. આ રીતે રાજ્ય સરકારે 431 કરોડ રૂપિયાની બચત કરી છે.

રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે કંપનીઓ સાથે કરેલા કરારો સાર્વજનિક કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન યુગ સૌર ઉર્જાનો યુગ છે, જેના કારણે અમે આ કરાર કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, સૌર ઊર્જાની ખરીદી માટેનો આ કરાર દેશમાં એક મોટો કરાર છે. રાજ્ય સરકાર પણ ગોઇંદવાલ પાવર પ્લાન્ટ ખરીદવા માટે આગળ વધી રહી છે અને રાજ્યના અન્ય ખાનગી થર્મલ પ્લાન્ટ સાથેના કરારોમાં જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X