Punjab News : સેનામાં જોડાતા યુવાનો માટે પંજાબ સરકાર આપશે આ લાભ
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. પંજાબ સરકાર રોજગાર ક્ષેત્રે ઘણી સારી કામગીરી કરી રહી છે.
આર્મી સર્વિસ કોર્પ, અંબાલા દ્વારા પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ (UT), જમ્મુ અને કાશ્મીર (UT) અને લદ્દાખ (UT) ના લાયક યુવાનો માટે અગ્નિવીરવાયુની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ઝુંબેશ 27મી જુલાઈ, 2023 થી શરૂ કરવામાં આવશે. આ રજિસ્ટ્રેશન 17 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે અને ઓનલાઈન પરીક્ષા 13 ઓક્ટોબર, 2023ના રોજ લેવામાં આવશે.

આ અગે વધુ વિગતો આપતાં સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 27 જૂન, 2003 થી 27 ડિસેમ્બર, 2006 (બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા બાળકો આ ઓનલાઈન રજિસ્ટ્રેશન ડ્રાઈવ માટે પાત્ર છે.
આ ભરતી અભિયાન માટે 12મું પાસ અથવા ડિપ્લોમા અથવા વ્યાવસાયિક અભ્યાસક્રમ ધારક યુવકો વિજ્ઞાન વિષયો ઉપરાંત ગણિત, અંગ્રેજી અને ભૌતિક વિષયો સાથે 50 ટકા માર્કસ સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતી ડ્રાઈવ સંબંધિત વધુ માહિતી 'https://agnipathvayu.cdac.in/AV/' પરથી મેળવી શકાય છે.












Click it and Unblock the Notifications
