For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Punjab News : સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અપાશે આખરી ઓપ, ભગવંત માન સરકારનો નિર્ણય

|
Google Oneindia Gujarati News

Punjab News : પંજાબમાં કોઇપણ આફતના સમયમાં રાહતના ઉપાય જણાવવાવાળી યોજના 11 વર્ષ બાદ સાકાર થવા જઇ રહી છે. પંજાબ સરકાર દ્વારા 2011માં બનેલા પંજાબ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંતિમ રૂપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે નિષ્ણાતોની સલાહ લેવા સાથે સાથે 2015 બાદ થયેલા વૈશ્વિક કરારને અનુરૂપ કાર્ય કરવામાં આવશે.

સેન્ડાઈ ફ્રેમવર્ક 2015-30 ઉપરાંત, ખાસ કરીને યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, પેરિસ એગ્રીમેન્ટ (COP.21) અને આપત્તિ જોખમ ઘટાડવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત 10-પોઇન્ટ એજન્ડા અનુસાર, પંજાબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

Bhagwant Mann government

સરકારની આ પહેલ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન પંજાબને ઘણી મોટી આફતોનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2018માં બિયાસ નદીમાં ખાંડની મિલમાંથી મોલાસીસનું લીકેજ, લુધિયાણામાં તાજેતરમાં હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ લીક કે 2019 માં વિનાશક પૂર પછી 11 લોકો માર્યા ગયા, જેને પંજાબને હચમચાવી નાખ્યું હતું.

તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે પંજાબમાં આપત્તિ વ્યવસ્થાપનની ચિંતાઓ વધુ ઘેરી બની છે. કારણ કે, પંજાબના ઘણા જિલ્લા ભૂકંપના સંદર્ભમાં ઉચ્ચ જોખમના ક્ષેત્રમાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્યના રહેવાસીઓની સુરક્ષા માટે નક્કર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મહત્વપૂર્ણ છે.

આપત્તિઓનો સામનો કરવા અને પૂર્વ-આપત્તિની તૈયારી માટે એક મહત્વપૂર્ણ પગલું લેતા પંજાબ સરકાર દ્વારા 2022 માં સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડને મંજૂરી આપવામાં આવી છે, જે બાદ કેન્દ્ર સરકારે આ ફંડમાં પ્રથમ હપ્તા તરીકે 99 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.

વાસ્તવમાં, આ ફંડની રચના 15મા નાણાપંચની ભલામણો પર કરવામાં આવી છે, 2021 થી 2026 સુધી, રાજ્ય સરકારે સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડમાં 25 ટકા યોગદાન આપવાનું રહેશે, જ્યારે 75 ટકા કેન્દ્ર સરકારનું રહેશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2026 સુધીમાં રાજ્યના ભંડોળમાં કુલ 729.60 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ફંડની રચના કરતી વખતે મુખ્યમંત્રી ભગવંત માને પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિની ગંભીરતાને સંવેદનશીલતાથી સમજી રહી છે અને કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવા માટે નક્કર તૈયારીઓ જરૂરી છે.

પંજાબ સરકાર લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને આ કાર્ય માટે પણ કોઈ કસર છોડશે નહીં. આ શમન ભંડોળનો ઉપયોગ આપત્તિઓના જોખમને ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વસાહતો અને આજીવિકા પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. આ સરકારને પ્રારંભિક ચેતવણી, સક્રિય નિવારણ, શમન અને સજ્જતાના આધારે જીવન અને સંપત્તિ બચાવવા માટે વૈજ્ઞાનિક કાર્યક્રમ પર કાર્ય કરવા સક્ષમ બનાવશે.

English summary
Punjab News : State Disaster Management Plan will be given final approval, Bhagwant Maan government's decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X