ગેરકાયદે હથિયારો સામે પંજાબ સરકાર સખ્ત, સપ્લાય કરતી ટોળકીનો પર્દાફાશ કરી એક યુવકની ધરપકડ
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સતત એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ અને ગેરકાયદે હથિયારો જેવા દુષણોને ડામવા પંજાબ પોલીસે ગેરકાયદે હથિયારો સપ્લાય કરતી મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.
અહેવાલો અનુસાર, ખન્ના જિલ્લા પોલીસે આંતરરાજ્ય શસ્ત્રો સપ્લાય કરતી ગેંગનો પર્દાફાશ કરીને 315 બોરની 5 દેશી બનાવટની પિસ્તોલ સાથે એક યુવકની ધરપકડ કરી છે. આ આરોપી મુળ હરિયાણાનો છે.

આ મુદ્દે માહિતી આપતા ખન્ના જિલ્લા એસએસપી અમનીત કોંડલે જણાવ્યુ કે, અસામાજિક તત્વોને ડામવા ચલાવાઈ રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસ પાર્ટી દોરાહા પુલ નીચે કદ્દો ચોક ખાતે શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાતમીદારે પોલીસ પાર્ટીને જાણ કરી હતી કે આરોપી મોટા જથ્થામાં ગેરકાયદેસર હથિયારો સાથે બસ સ્ટેન્ડ જીટી ખાતે હાજર છે.
આ માહિતી બાદ ઈન્સ્પેક્ટર અમનદીપ સિંહે પોલીસ પાર્ટી સાથે તાત્કાલિક દરોડો પાડી આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. આ આરોપીની બેગમાંથી 315 બોરના 5 દેશી બનાવટના કારતૂસ પણ મળી આવ્યા છે.
આ વિશે તતેમણે જણાવ્યું કે, પોલીસે આરોપીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી અને તેની સામે દોરાહા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25, 54, 59 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દિવેશ બહારના જિલ્લાના કેટલાક ગેંગસ્ટરો સાથે સંબંધ ધરાવે છે અને તેની સાથે મળીને. પંજાબમાં હથિયાર સપ્લાય કરતો હતો.
તેમણે કહ્યું કે આગામી દિવસોમાં આ ટોળકીના અન્ય આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે. આ આરોપીઓની ધરપકડ બાદ વધુ હથિયારો મળી આવે તેવી શક્યતા છે.
પોલીસ અનુસાર, ખન્ના જિલ્લા પોલીસે 1 જાન્યુઆરી 2023 થી હથિયારોની દાણચોરીના 13 કેસ નોંધ્યા છે અને 30 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 45 હથિયારો અને 115 કારતુસ અને 33 મેગેઝીન પણ જપ્ત કર્યા છે.












Click it and Unblock the Notifications
