પંજાબઃ જેલ અધિકારીઓએ કેદીની પીઠ પર ગરમ સળિયાથી લખ્યુ આતંકવાદી, સરકારે આપ્યા તપાસના આદેશ

પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ.

ચંદીગઢઃ પંજાબના બરનાલામાં એક કેદીને જેલ અધિકારીઓએ કથિત રીતે ગરમ સળિયાથી માર્યો અને તેની પીઠ પર આતંકવાદી લખી દીધુ. કેદીની પીઠના જે ફોટા સામે આવ્યા છે તે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયા છે. પીડિતે કેસની ફરિયાદ જજને કરી છે. પંજાબ સરકારે કેસની તપાસના આદેશ આપ્યા છે. વળી, વિપક્ષી શિરોમણિ અકાલી દળે આ અંગે પંજાબની સરકારને આકરા સવાલો કર્યા છે.

jail

બરનાલા જેલમાં 28 વર્ષનો કરમજીત સિંહ નશા તસ્કરીના એક કેસમાં બંધ છે. તેને મનસામાં અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કરમજીતે જજ સામે કહ્યુ કે જેલમાં કેદીઓ સાથે અમાનવીય વર્તન થઈ રહ્યુ છે. તેણે શર્ટ ઉતારીને પોતાની પીઠ બતાવીને કહ્યુ કે ગરમ સળિયાથી તેના શરીર પર આતંકવાદી લખી દેવામાં આવ્યુ છે. સાથે જ જણાવ્યુ કે એઈડ્સ અને હિપેટાઈટિસથી પીડિત લોકોને અલગ વૉર્ડમાં રાખવામાં આવતા નથી.

પંજાબ સરકારના તપાસના આદેશ

કરમજીતની પીઠના ફોટા આવ્યા બાદ આ કેસ ચર્ચામાં આવી ગયો. પંજાબના ઉપમુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. રંધાવાએ એડીજીપી(જેલ) પીકે સિન્હાને કેસની ગંભીરતાથી તપાસ કરવાના અને કેદીની મેડિકલ તપાસ કરવાના આદેશ આપ્યા છે. વરિષ્ઠ અધિકારી તજિંદર સિંહ મૌર, ડીઆઈજી(ફિરોઝપુર)ને તપાસ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્મજીતના વકીલે જણાવ્યુ છે કે અદાલતે બરનાલાના સીજેએમ-કમ-જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસની તપાસના આદેશ આપી દીધા છે.

અકાલી દળના નેતાનુ કોંગ્રેસ પર નિશાન

અકાલી દળના નેતા મનજિંદર સિરસાએ કેદીની પીઠના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. તેમણે ફોટા શેર કરીને લખ્યુ - આ સિખોને આતંકવાદી તરીકે ચિત્રિત કરવાની મંશા છે. પંજાબ પોલિસે વિચારાધીન સિખ કેદીને માર્યો અને તેની પીઠ પર અત્તવાદી(આતંકવાદી) લખ્યુ છે. અમે જેલ અધિક્ષકને તત્કાલ સસ્પેન્ડ કરવા અને માનવાધિકારોના ઉલ્લંઘન માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X