punjab scholarship scam : શિષ્યવૃતિ કૌભાંડ મામલે પંજાબ સરકારની કડક કાર્યવાહી, 6 સરકારી કર્મચારી સસ્પેન્ડ
ડેપ્યુટી ડાયરેક્ટર પરમિન્દર સિંહ ગિલ, સુપરિન્ટેન્ડેન્ટ (નિવૃત્ત) રાજિન્દર ચોપરા, સિનિયર આસિસ્ટન્ટ્સ રાકેશ અરોરા અને બલદેવ સિંહ સહિત છને બરતરફ કરવામાં આવ્યા હતા.
punjab scholarship scam : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ભગવંત માનના નેતૃત્વમાં પંજાબ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં માન સરકારે ગત સરકારના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા 39 કરોડ રૂપિયાના પોસ્ટ મેટ્રિક એસસી શિષ્યવૃતિ કૌભાડમાં સામેલ છ કર્માચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પંજાબના નાણા મંત્રી હરપાલસિંહ ચીમાએ સામાજિક ન્યાય અને અધિકાર પ્રધાન ડૉ બલજીત કૌરે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, આ કૌભાંડની તપાસ બાદ વિભાગની સંડોવણીની જાણકારી મળી જશે.
જે બાદ ડેપ્યુટી ડાયરેક્ટર પરમિન્દર સિંઘ ગિલ, સુપરિન્ટેન્ડેન્ટ (નિવૃત્ત) રાજિન્દર ચોપરા, સિનિયર આસિસ્ટન્ટ્સ રાકેશ અરોરા અને બલદેવ સિંહ સહિત છ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ડીસીએફએ (નિવૃત્ત) ચરણજીત સિંહ અને સેક્શન ઓફિસર મુકેશ ભાટિયા અંગે નિર્ણય લેવા માટે નાણા વિભાગને લગતો કેસ નાણા વિભાગને મોકલવામાં આવશે. વિજિલન્સ વધુ તપાસ હાથ ધરશે.
બલજીત કૌરે ધ્યાન દોર્યું હતું કે, કૌભાંડ 2019 માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયું હતું અને 55 કરોડની ઉચાપત મળી હતી, જેમાંથી 16 કરોડથી વધુની એક્સેસ પેમેન્ટ કેટલીક કોલેજોને ફાળવવામાં આવી હતી. તમામ દોષિત સંસ્થાઓ સામે પગલાં લેવાને બદલે તેમને કરોડોનો ફાયદો પહોંચાડવામાં આવ્યો છે.
મંત્રીએ ધ્યાન દોર્યું કે, તપાસમાં 39 કરોડની બાકી રકમના કોઈ પુરાવા મળ્યા નથી, જે કોંગ્રેસ સરકાર દરમિયાન કેટલીક બોગસ કોલેજોને આપવામાં આવી હતી, જેમાં તત્કાલિન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તત્કાલિન કેબિનેટ મંત્રી સાધુને ક્લીનચીટ આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વિભાગીય તપાસમાં બહાર આવ્યું છે કે, SC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના વિતરણમાં અવગણના કરવામાં આવી હતી અને કેટલીક ખાનગી સંસ્થાઓને અનુચિત તરફેણ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
