પંજાબના રમગગમત મંત્રી ગુરમીત હેયરે હૉકી ખેલાડીઓનુ કર્યુ સમ્માન, ઑલિમ્પિક પદક વિજેતાને મળશે સરકારી નોકરી

પંજાબના રમગગમત મંત્રી ગુરમીત સિંહ હેયરે ભારતીય હૉકી ટીમના ખેલાડીઓનુ સમ્માન કર્યુ અને જણાવ્યુ કે સીએમ ભગવંત માન ઑલિમ્પિક વિજેતાઓને ટૂંક સમયમાં સરકારી નોકરીના નિમણૂક પત્ર સોંપશે.

પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે ભારતીય હૉકી ટીમના ખેલાડીઓનુ તેમના સત્તાવાર નિવાસસ્થાને સન્માન કર્યુ અને કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માન ટૂંક સમયમાં ઑલિમ્પિક ચંદ્રક વિજેતા હૉકી ખેલાડીઓને વર્ગ 1ની નોકરીના નિમણૂક પત્રો સોંપશે. મીત હેયરે જણાવ્યુ હતુ કે ભગવંત માનની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પંજાબને રમતગમતમાં અગ્રેસર બનાવવામાં કોઈ કસર છોડશે નહિ અને હૉકીની નર્સરી તરીકે ઓળખાતુ પંજાબ આ રમતમાં દેશનુ નેતૃત્વ કરશે.

cm mann

તેમણે રાજ્યમાં હૉકીને વધુ ગતિશીલ બનાવવા માટે ખેલાડીઓ પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. હૉકીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા અને રાજ્યમાં હૉકી લીગ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીત હેયરે કહ્યુ કે પંજાબ માટે ગર્વની વાત છે કે ટીમમાં કેપ્ટન સહિત રાજ્યના 10 ખેલાડીઓ છે. તેમણે આ વર્ષે યોજાનારી એશિયન ગેમ્સ અને આવતા વર્ષે યોજાનારી પેરિસ ઑલિમ્પિક ગેમ્સ માટે પણ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. વર્લ્ડ કપમાં ધાર્યા પ્રમાણે પરિણામ ન આવતાં ખેલાડીઓને હિંમત ન હારી જવાની સલાહ આપતાં તેમણે કહ્યુ કે જીત અને હાર એ રમતનો એક ભાગ છે.

ભારતીય હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે રમતગમત મંત્રીને ખાતરી આપી હતી કે તેઓ દેશ અને રાજ્યનુ ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરશે અને આગામી ટુર્નામેન્ટમાં પોતાનુ પ્રદર્શન સુધારશે. ટીમના મિડફિલ્ડર અને ઑલિમ્પિક ગેમ્સમાં ભારતના કેપ્ટન મનપ્રીત સિંહે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા બદલ પંજાબ સરકારનો આભાર માન્યો હતો.

ખેલ મંત્રીએ કેપ્ટન હરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, મનદીપ સિંહ, હાર્દિક સિંહ, આકાશદીપ સિંહ, વરુણ કુમાર, શમશેર સિંહ, ક્રિષ્ન પાઠક, સુખજિત સિંહ ઉપરાંત ઓલિમ્પિક મેડલ વિજેતા રુપિંદર પાલ સિંહ, દિલપ્રીત સિંહ અને સિમરનજીત સિંહનું પણ સન્માન કર્યુ. હૉકી ખેલાડીઓએ રમતગમત મંત્રીને તેમની ઓટોગ્રાફવાળી ટી-શર્ટ અને હૉકી સ્ટિક અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજ કમલ ચૌધરી અને ડિરેક્ટર અમિત તલવાર પણ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X