પંજાબી ગાયકે મોડલ સાથે ગુજાર્યો બળાત્કાર, બ્લેકમેલ કરવા માટે બનાવ્યો MMS
લુધિયાણા, 26 ડિસેમ્બર: પંજાબના લુધિયાણામાં એક મોડલને જાણીતા ગાયકનો ઓટોગ્રાફ લેવો ભારે પડી ગયો. ગાયક પર આરોપ લગાવ્યો છે કે તેને મોડલને એક મ્યૂઝિક આલ્બમમાં કામ અપાવવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી તેનો એમએમએસ બનાવી બ્લેકમેલ કરવા લાગ્યો. પોલીસે ગાયકની ધરપકડ કરી લીધી છે અને લુધિયાણા કોર્ટમાં હાજર કર્યો, જ્યાં ડ્યૂટી મેજિસ્ટ્રેટ કિરણ જ્યોતિએ તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દિધો છે. આ મશહૂર પંજાબી ગાયકનું નામ નછત્તર ગિલ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પીડિત મોડલ મિસ વર્લ્ડ પંજાબન કોમ્પિટિશનમાં ભાગ લેનાર એક સ્થાનિક મોડલ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાયક છત્તર ગિલે મોડલને મ્યૂઝિક આલ્બમમાં કામ આપવાની લાલચ આપી પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને પછી હોટલમાં બોલાવીને બળાત્કાર ગુજાર્યો. પોલીસે જણાવ્યું હતું કે બળાત્કારનો કેસ જૂન મહિનાનો છે, પરંતુ પ્રાથમિક તપાસ બાદ પુરાવ મળ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર પીડિત છોકરી 2006માં જલંધરમાં મિસ વર્લ્ડ પંજાબન કોમ્પિટિશનમાં ભાગ લેવા ગઇ હતી.

પંજાબી સિંગર નછત્તર ગિલ ત્યાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. પીડિત છોકરી ગિલનો ઓટોગ્રાફ લેવા ગઇ, જ્યાં તેને વિડિયો આલ્બમ અને મોડલિંગમાં કામ અપાવવાના બહાને પોતાનો નંબર આપ્યો. થોડા સમય બાદ ગાયક ગિલે છોકરીને ફોન કરી ફોટોશૂટના બહાને ચંદીગઢની એક હોટલમાં બોલાવી અને કોલ્ડ ડ્ર્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી પીવડાવી દિધો. આરોપ છે કે બેભાન અવસ્થામાં નછત્તર ગિલે બળાત્કાર ગુજાર્યો અને તેનો એમએમએસ બનાવી લીધો. ત્યારબાદ વિડિયો ક્લિપની બીક બતાવી આરોપીએ યુવતી સાથે ઘણીવાર બળાત્કાર ગુજાર્યો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિરૂદ્ધ સખત પુરાવા મળ્યા બાદ જ તેની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
