પતિ-પત્ની વચ્ચે થયું કંઇક તેવું કે પ્લેનની થઇ ઇમરજન્સી લેન્ડિંગ

Written By:
Subscribe to Oneindia News

તમે અત્યાર સુધીમાં ખરાબ હવામાન કે સુરક્ષા કારણોના લીધે વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ વિષે વાત સાંભળી હશે. પણ આજ કાલ ભારતમાં અલગ જ કારણોના લીધે ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ થઇ રહ્યા છે. અને આવું જ કંઇક હાલ ચેન્નઇમાં પણ બન્યું છે. ફ્લાઇટમાં પતિ પત્ની એટલી જોરદાર રીતે લડવા લાગ્યા કે ફ્લાઇટને ચેન્નઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે આ વિમાન ભારતની પાસેથી ઉતરી રહ્યું હતું કતાર એરવેઝમાં એક ઇરાની દંપતી જોડે આ ઘટના થઇ હતી. જો કે આ સ્ટોરી હજી પણ એક જોરદાર ટ્વિસ છે જે જાણવા વાંચો અહીં....

Qatar Flight

શું છે મામલો?

ઇરાની દંપતી રવિવારે કતાર એરવેઝના વિમાન QR-562માં પોતાના બાળક સાથે બેઠા. આ પરિવાર કતાર એરવેઝ દ્વારા બાલી જઇ રહ્યો હતો. બન્ને આ સમયે નશામાં હતા. પતિને ઊંધ આવતા જ પત્નીએ તેના પતિનો ફોન નીકાળી તેને ચેક કરવા લાગી. ફોન બંધ હોવાથી પત્નીએ પતિનો અંગૂઠો લઇ તેને સ્કેન કર્યો અને ફોન ખોલ્યો અને તે પછી ચેટ બોક્સ અને સોશ્યલ મીડિયાના મેસેજ જોઇને તેને ખબર પડી કે તેનો પતિ તેનો દગો આપી રહ્યો છે.

Affair

પતિએ આપ્યો દગો

ફ્લાઇટમાં જ મહિલા સીટ પરથી ઊભી થઇ અને જોર જોરથી ચીસો પાડવા લાગી અને પતિ પર ગુસ્સો કરવા લાગી. ફ્લાઇટમાં પતિ અને પત્ની એક બીજા સાથે જોરદાર ઝગડાવા લાગ્યા. ફ્લાઇટના ક્રૂ મેમ્બરે સ્થિતિ સાચવવા માટે પ્રયાસ કર્યો પણ મહિલા ક્રૂ મેમ્બર સાથે પણ લડાઇ કરવા લાગી. જ્યારે વિમાનકર્મીઓ લાગ્યું કે વાત આપાની બહાર ગઇ છે તો તેમણે વિમાનનો રૂટ ડાયવર્ટ કરાવી ને ફ્લાઇટને ચેન્નઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરીને ઉતારી.

Chennai

ચેન્નઇમાં પણ ઝગડો

ચેન્નઇમાં પણ આ પરિવારને લાંબા સમય સુધી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા અને પછી તેને કુઆલાલંપુરની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા. અહીંથી તેમને દોહા માટે કનેક્ટિંગ ફ્લાઇટ લેવાની હતી. એરલાઇને જણાવ્યું કે મહિલાએ ગુસ્સામાં ક્રૂ મેમ્બર્સ જોડે અભદ્ર વર્તન કર્યું હતું પણ તેને કોઇને નુકશાન નથી પહોંચાડ્યું. વળી પતિએ આ ઘટના મામલે માફી માંગતા કોર્ટમાં કોઇ કેસ પણ દાખલ કરવામાં નથી આવ્યો. ત્યારે હાલ સોશ્યલ મીડિયા પર આ કિસ્સો લોકોના રમૂજનો વિષય બન્યો છે.

English summary
An Iranian couples holiday to Bali ended temporarily in India when a woman forced the Doha-Bali flight of Qatar Airways to make an unscheduled landing at the Chennai airport

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.