For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની ટોપ 150 યુનિવર્સીટીમાં એક પણ ભારતીય યુનિવર્સીટી નહીં

ક્યૂએસ તરફથી બહાર પાડવામાં આવેલી વર્લ્ડ યુનિવર્સીટી રેન્કિંગ 2018 માં ટોપ 150 યુનિવર્સીટીમાં એક પણ ભારતીય યુનિવર્સીટીને જગ્યા આપવામાં આવી નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દુનિયાની ટોપ યુનિવર્સીટી રેન્કિંગમાં ભારતીય વિશ્વ વિદ્યાલય ખુબ જ નીચે આવી ગયું છે. ક્યૂએસ તરફથી બહાર પાડવામાં આવેલી વર્લ્ડ યુનિવર્સીટી રેન્કિંગ 2018 માં ટોપ 150 યુનિવર્સીટીમાં એક પણ ભારતીય યુનિવર્સીટીને જગ્યા આપવામાં આવી નથી. ભારત તરફથી જે યુનિવર્સીટીએ સૌથી સારું પ્રદર્શન કર્યું છે તે આઈઆઈટી દિલ્હી છે. આઈઆઈટી દિલ્હી 172 નંબરે છે.

indian university

ક્યુ વર્લ્ડ યુનિવર્સીટી રેંકિંગમાં ટોપ 200 યુનિવર્સિટીમાં ખાલી 3 ભારતીય યુનિવર્સીટીને જગ્યા મળી છે. આઈઆઈટી દિલ્હી સિવાય જે બે યુનિવર્સીટી ટોપ 200 માં જગ્યા બનાવવામાં સફળ રહી છે તે આઈઆઈટી બોમ્બે અને આઇઆઇએસસી છે. આઈઆઈટી બોમ્બેને 179 રેન્ક મળ્યો છે. જયારે આઇઆઇએસસી યુનિવર્સીટીને 190 રેન્ક મળ્યો છે.

ક્યુ ઘ્વારા જે વિષય પ્રમાણે રેન્કિંગ જાહેર કરી છે તેમાં ભારતીય યુનિવર્સિટીનું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું છે. જોવા જઇયે તો બધા જ આઈઆઈટી ભેગા થઈને 48 વિષયમાંથી કુલ 80 રેન્ક જરૂર મેળવ્યો છે. પરંતુ આ બધા જ આઈઆઈટી પ્રદર્શનમાં 25 અંક નીચે આવ્યો છે.

ત્યાં જ વિદેશી યુનિવર્સીટી વિશે વાત કરવામાં આવે તો આ વર્ષે પણ હાવર્ડ યુનિવર્સીટી ટોપ રેન્કિંગ પર છે. હાવર્ડ યુનિવર્સીટીને 14 વસ્તુઓમાં ક્યૂએસ રેન્કિંગમાં નંબર 1 માનવામાં આવ્યું છે. ત્યાં જ બીજા નંબરે ઓક્સફર્ડ યુનિવર્સીટી આવે છે. જયારે ત્રીજા નંબરે કેમ્બ્રિઝ યુનિવર્સીટી આવે છે.

English summary
QS World university rankings 2018 no indian universities in top 150
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X