• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત છોડો આંદોલનઃ ગાંધીજીના મૃત્યુની ઝંખના કરતા હતા અંગ્રેજો

|
Google Oneindia Gujarati News

આવતી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 74 વર્ષ પૂર્ણ થઈ જશે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે, લાલ કિલ્લા પર આકરી સુરક્ષા ગોઠવી દેવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસ ઉજવતા પહેલા આપણે આ આઝાદી માટે ભારતના મહાન વીરોએ બલિદાન આપ્યાં તેને આપણે ભૂલવાં ના જોઈએ. 15 ઓગસ્ટની ઠીક પહેલાં એક ઐતિહાસિક તારીખ આવે છે જેણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી, આજે 8 ઓગસ્ટ એજ ઐતિહાસિક દિવસ છે. જી હાં, 8 ઓગસ્ટ 1942ના રોજ દેશને સ્વતંત્રતા અપાવવા માટે અંગ્રેજો વિરુદ્ધ 'ભારત છોડો આંદોલન'ની શરૂઆત થઈ હતી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આ ચળવળ મીલનો પાણો સાબિત થઈ અને પાંચ વર્ષ બાદ અંગ્રેજો ભારતથી પાછી પેનીએ પલાયન કરવા મજબૂર થવું પડ્યું.

ક્યારે શરૂ થયું ભારત છોડો આંદોલન

વનઈન્ડિયા ગુજરાતી આજેથી 15 ઓગસ્ટ સુધી 'સ્વતંત્રતા દિવસ સ્પેશિયલ વીક' ઉજવી રહ્યું છે જેમાં અમે સમગ્ર અઠવાડિયા દરમિયાન તમને આઝાદી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ રોચક ઘટનાઓથી પરિચિત કરાવશું. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે ભારત છોડો આંદોલન શું હતું અને તેની શરૂઆત ક્યારે, ક્યાં અને કેમ થઈ હતી. 'ભારત છોડો આંદોલન' બીજા વિશ્વયુદ્ધના સમયે 8 ઓગસ્ટ 1942ના રોજ શરૂ કરાયું હતું, જેનો ઉદ્દેશ્ય ભારતને અંગ્રેજોની ગુલામીમાથી આઝાદ કરાવવાનો હતો. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરફથી આ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. બાપૂએ આ આંદોલનની શરૂઆત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુંબઈ અધિવેશનથી કરી હતી. આ અવસર પર મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ગ્વાલિયા ટેંક મૈદાન (અત્યારનું અગસ્ત ક્રાંતિ મેદાન)થી દેશને 'કરો યા મરો' નો નારો આપ્યો હતો.

અંગ્રેજી હુકૂમતને ધ્રૂજાવી મૂકી

આમ તો ભારતમાં 1857થી જ સ્વતંત્રતા સંગ્રામ શરૂ થઈ ગયો હતો પરંતુ આ લડાઈમાં ગાંધીજીના આવ્યા બાદ વિરોધ અહિંસાત્મક અને શાંતિપૂર્ણ થવા લાગ્યો. આ દરમિયાન મહાત્મા ગાંધીએ કેટલાય પ્રકારના આંદોલનોની શરૂઆત કરી જેનાથી અંગ્રેજી હુકૂમતને બ્રિટન સુધી હલાવીને રાખી દીધી. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયે ક્રિપ્સ મિશન નિષ્ફળ થયા બાદ મહાત્મા ગાંધીએ વધુ એક મોટું આદોલન શરૂ કરવાનો નિશ્ચય કરી લીધો જેને ભારત છોડો આંદોલન નામ આપવામાં આવ્યું. આ આંદોલનમાં દેશભરના લાખો લોકોએ ભાગ લીધો હતો.

આંદોલનમાં 940 લોકોએ દેશ માટે શહીદી વ્હોરી

ભારત છોડો આંદોલન છેડાયું હોવાના અહેવાલ મળતાં જ અંગ્રેજોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ગાંધીજી અને તેમના સમર્થકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ યુદ્ધના પ્રયાસોને ત્યાં સુધી સમર્થન નહી આપે જ્યાં સુધી ભારતને આઝાદી આપી દેવામાં ના આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વખતે આ આંદોલન બંધ નહી થાય. તેમણે તમામ કોંગ્રેસીઓ અને ભારતીયોને અહિંસાની સાથે 'કરો યા મરો' દ્વારા અંતિમ આજાદી માટે અનુશાસન બનાવી રાખવા કહ્યું. પરંતુ જેવું જ આંદોલન શરૂ થયું, 9 ઓગસ્ટ 1942ના રોજ નીકળતાં પહેલાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીના બધા સભ્યોની ધરપકડ થઈ ચૂકી હતી અને કોંગ્રેસને ગેરકાનૂની સંસ્થા ઘોષિત કરી દેવામાં આવી હતી, એટલું જ નહી અંગ્રેજોએ ગાંધીજીને અમદાવાદ કિલ્લામાં નજરબંધ કરી દીધા. સરકારી આંકડાઓ મુજબ આ જનઆંદોલનમાં 940 લોકો શહીદ થયા હતા અને 1630 ઘાયલ થયા હતા જ્યારે 60229 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે ગાંધીજીએ 21 દિવસનો ઉપવાસ શરૂ કર્યો

જે બાદ તો જાણે માનવ પૂર આવ્યું હોય તેમ લોકો બ્રિટિશ શાસનના પ્રતિકો સામે પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા અને તેમણે સરકારી ઈમારતો પર કોંગ્રેસના ઝંડા ફરકાવવા શરૂ કરી દીધા. લોકોએ સામાન્ય સરકારી કામકાજમાં સમસ્યા ઉત્પન્ન કરવાનું શરૂ કરી દીધું, તેઓ ખુદની ધરપકડ કરાવવા લાગ્યા. વિદ્યાર્થીઓ અને કામદારો હડતાલ પર ચાલ્યા ગયા. ભારત છોડો આંદોલન દરમિયાન જ ડૉ. રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને અરુણા આસફ અલી જેવા નેતા ઉભરીને સામે આવ્યા. ભારત છોડો આંદોલનને પોતાના ઉદ્દેશ્યમાં આંશિક સફળતા જ મળી હતી પરંતુ આ આંદોલને 1943ના અંત સુધી ભારતને સંગઠિત કરી લીધું. આ વર્ષે મહાત્મા ગાંધીએ 10 ફેબ્રુઆરીએ 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા હતા. ઉપવાસના 13મા દિવસે જ ગાંધીજીની હાલત બહુ ખરાબ થવા લાગી હતી. ઈતિહાસકારો માને છે કે અંગ્રેજો ખુદ ઈચ્છતા હતા કે ગાંધીજી મરી જાય.

ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઉજવાય છે ભારત છોડો આંદોલન

જો કે આંદોલનની વિશાળતાને જોતાં અંગ્રેજોને વિશ્વાસ થઈ ગયો કે હવે ભારતમાં તેમનો સમય પૂરો થઈ ગયો છે. બ્રિટિશ સરકારે સત્તાનું હસ્તાંતરણ કરી ભારતીયોના હાથમાં સોંપવામાં આવશે તેવા સંકેત આપ્યા. ત્યારે ગાંધીજીએ આંદોલન બંધ કરી દીધું જેનાથી કોંગ્રેસી નેતાઓ સહિત લગભગ 1 લાખ રાજનૈતિક કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. ભારત છોડો આંદોલન સૌથી વિશાળ અને સૌથી તીવ્ર આંદોલન સાબિત થયું. જેને કારણે ભારતમાં બ્રિટિશ રાજ્યનો પાયો હલી ગયો હતો. આંદોલનનું એલાન કરતી વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મેં કોંગ્રેસને બાજી પર લગાવી દીધી. આ જે લડાઈ છેડાઈ રહી છે તે એક સામૂહિક લડાઈ છે.

વર્ષ 1942નું ભારત છોડો આંદોલન ભારતના ઈતિહાસમાં ઓગસ્ટ ક્રાંતિના નામે પણ ઓળખાય છે.

English summary
Quit India Movement: The British were longing for Gandhiji's death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X