Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાફેલ ડીલ કેસઃ મોદી સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

રાફેલ ડીલ કેસમાં દાખલ કરાયેલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રની મોદી સરકારને નોટિસ પાઠવી છે.

રાફેલ ડીલ કેસમાં દાખલ કરાયેલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્રની મોદી સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે સરકારને 4 મે સુધી જવાબ આપવા માટે સમય આપ્યો છે. કેસની આગામી સુનાવણી 6 મેના રોજ હશે. તમને જણાવી દઈએ કે આના પર અટર્ની જનરલ કે કે વેણુગોપાલે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જેને કોર્ટે આપવાનો ઈનકાર કરી દીધો. આ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

SC

કેસની સુનાવણી કરી રહેલી ચીફ જસ્ટીસ રંજન ગોગી, જસ્ટીસ સંજય કૌલ અને કે એન જોસેફની બેંચે કેન્દ્રને પોતાનો જવાબ શનિવારે 4મે સુધી આપવાનો છે. આ સાથે જ કોર્ટે આગામી સુનાવણી માટે સોમવારે 6 મેના રોજ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સોમવારે કેન્દ્રએ રાફેલ સમીક્ષા અરજી કેસમાં નવા સોગંદનામું દાખલ કરવાનો સમય માંગ્યો હતો. જેને મંગળવારે સુપ્રીમ કોર્ટે આપવાનો ઈનકાર કરી દીધો.

હવે સરકારને અરજીકર્તા તરફથી લગાવવામાં આવેલ કોર્ટને ગુમરાહ કરવાના આરોપો વિશે જવાબ આપવાના છે. સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા પર પોતાના આદેશ પર ફરીથી વિચાર કરવા અંગેની અરજીને 10 એપ્રિલના રોજ મંજૂર કરી હતી કે જે મીડિયા રિપોર્ટમાં લીક દસ્તાવેજના આધારે કરવામાં આવી હતી. કોર્ટના દસ્તાવેજ પર સરકાર દ્વારા વિશેષાધિકારનો દાવો કરીને કરવામાં આવેલા વાંધાઓને ફગાવી દેવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યુ હતુ કે અરજીકર્તાઓએ વિશેષ દસ્તાવેજ ગેરકાયદેસર રીતે મેળવ્યુ અને 14 ડિસેમ્બર, 2018ના રોજ નિર્ણયને પડકારવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X