રાજીવ ગાંધી પર પીએમ મોદીના નિવેદન પર રાહુલ-પ્રિયંકા ગુસ્સે
પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અંગે કરેલી ટિપ્પણી પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યો છે.
પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અંગે કરેલી ટિપ્પણી પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટવિટ કરીને જવાબ આપ્યો છે કે, મોદીજી લડાઈ પુરી થઇ ચુકી છે, તમારા કર્મો તમારી રાહ જોઈ રહ્યા છે. જયારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ પોતાની સનકમાં એક નેક અને પવિત્ર વ્યક્તિની શહાદતનું અપમાન કર્યું છે. અમેઠીની જનતા તેનો જવાબ આપશે, જેના માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો છે. મોદીજી, આ દેશ દગાખોરીને માફ નથી કરતો.
આ પણ વાંચો: અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

પીએમ મોદીએ રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર 1 ગણાવ્યા હતા
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે તમારા પિતાજીને દેશે મિસ્ટર ક્લીન તરીકે પ્રસારિત કર્યા પરંતુ મિસ્ટર ક્લીનનું જીવનકાળ ભ્રષ્ટાચારી નંબર 1 તરીકે ખતમ થયું. નામદાર, આ અહંકાર તમને ખાઈ જશે. આ દેશ ભૂલો માફ કરે છે, પરંતુ દગાખોરી માફ નથી કરતો.

રાહુલ ગાંધીએ કહ્યુ, લડાઈ પુરી થઇ ચુકી છે
રાહુલ ગાંધીએ ટવિટ કરતા લખ્યું કે, મોદીજી લડાઈ પુરી થઇ ચુકી છે. તમારા કર્મો તમારી રાહ જોઈ રહ્યા છે. પોતાના વિશેની પોતાની આંતરિક સોચ મારા પિતા પર થોપવાથી તમે બચી નહીં શકો. સપ્રેમ અને જપ્પી સાથે - રાહુલ

પ્રિયંકા ગાંધીએ કહ્યું, અમેઠીની જનતા જવાબ આપશે
પ્રિયંકા ગાંધીએ ટવિટ કરતા લખ્યું કે, શહીદોના નામ પર વોટ માંગીને તેમની શહાદતને અપમાનિત કરનાર પ્રધાનમંત્રીએ પોતાની બેલગામ સનકમાં એક નેક અને પવિત્ર વ્યક્તિની શહાદતનું અપમાન કર્યું છે. અમેઠીની જનતા તેનો જવાબ આપશે, જેના માટે રાજીવ ગાંધીએ પોતાનો જીવ આપ્યો છે. મોદીજી, આ દેશ દગાખોરીને માફ નથી કરતો.












Click it and Unblock the Notifications
