For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં આતંકીઓ માટે જગ્યા બનાવી રહી છે સરકારઃ રાહુલ ગાંધી

કાશ્મીરમાં આતંકીઓ માટે જગ્યા બનાવી રહી છે સરકારઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના હાલાત અને પ્રદેશના મુખ્યધારા નેતાઓને ક્ટડીમાં રાખવા મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે નેતાઓની આઝાદીની માંગણી કરી છે. કેરળના વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જેવી રીતે રાષ્ટ્રવાદી નેતાઓને ત્યાં રાજનીતિથી દૂર કરવામાં આવી રહ્યા છે, તે આતંકીઓ માટે જગ્યા તૈયાર કરશે. રાહુલ ગાંધીએ મંગળવારે આ મામલે બે ટ્વીટ કર્યાં છે.

rahul gandhi

ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર ફારુક અબ્દુલ્લા જેવા રાષ્ટ્રવાદી નેતાઓને સાઈડલાઈન કરી રહી છે. આ એક રાજનૈતિક શૂન્ય પેદા કરશે. રાજનીતિમાં એવા નેતાઓને હટાવવાથી જે જગ્યા ખાલી થશે, તેને આતંકીઓ ભરશે. જે બાદ કાશ્મીરનો ઉપયોગ બાકી દેશમાં ધ્રુવીકરણ માટેને રસ્તો બની જશે. સરકારને કાશ્મીરમાં આતંકીઓની જગ્યા તૈયાર કરવું બંધ કરવું જોઈએ અને તમામ મુખ્યધારાના નેતાઓને છોડી દેવા જોઈએ.

નેશનલ કોન્ફ્રેન્સના સાંસદ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર સરકારે પબ્લિક સેફ્ટી એક્ટ લગાવ્યો છે. તેઓ 5 ઓગસ્ટથી નજરબંધ છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં અબ્દુલ્લાની કસ્ટડીને લઈ દાખલ કરેલ અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્રના વકીલે અદાલતમાં જણાવ્યું કે તેમને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પીએસએ એક એવો કાનૂન છે જેમાં સુનાવણી વગર કોઈને પણ બે વર્ષ સુધીની હિરાસતમાં રાખવામાં આવી શકે છે. જેના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ તેમની રિહાઈની માંગ કરી છે. અબ્દુલ્લા એનડીએ અને યૂપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

 રાષ્ટ્રપતિ સાથે દોસ્તી, પાંચ લગ્ન, છતાં એકલી હતી આ હિરોઈન, ડ્રગ્ઝની લતે લીધો જીવ રાષ્ટ્રપતિ સાથે દોસ્તી, પાંચ લગ્ન, છતાં એકલી હતી આ હિરોઈન, ડ્રગ્ઝની લતે લીધો જીવ

English summary
rahul gandhi attack modi sarkar on faruq abdullah detention
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X