પેટ્રોલ ડીઝલના ભાવને લઈ રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટી રહી છે સરકાર
પેટ્રોલ ડીઝલના ભાવને લઈ રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટી રહી છે સરકાર
નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ- ડીઝલના વધતા ભાવો પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોરોના કાળમાં મંગળવારે ઘરેલૂ બજારમાં પેટ્રોલની કિંમત વધવાને લઈ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યું, પેટ્રોલ ડીઝલ મોંઘુ થઈ ગયું અને ભાવ સતત વધી રહ્યા છે, સરકાર જનતાની લૂંટી રહી છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ગિરાવટ ચાલુ છે પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આગની માફક આગળ વધી રહી છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર પર હુમલો બોલ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેટલાય અવસર પર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. જણાવી દઈએ કે મંગળવારે પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 11 પૈસા મોંઘું થઈ 81.73 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 83.24 રૂપિયા, મુંબઈમાં 88.39 રૂપિયા અને ચેન્નઈમાં 84.73 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

પેટ્રોલ- ડીઝલના ભાવ આગની માફક વધ્યા
પેટ્રોલ ઉપરાંત કોરોના સંકટ વચ્ચે ડીઝલના ભાવ આકાશ પર પહોંચી ગયા છે. દિલ્હીમાં ડીઝલ 73.56 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલમાં 77.06 રૂપિયા, 80.11 રૂપિયા અને 78.86 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર કોરોના સંકટ અને રોજગારને લઈને પણ સતત નિશાન સાધી રહ્યા છે. ગત દિવસોમાં કોંગ્રેસે રોજગારના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે ઓનલાઈન કેમ્પેન પણ ચલાવ્યું હતું.

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર
હાલમાં ટ્વિટર પર રાહુલ ગાંધીએ નામ લીધા વિના જ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમમે લખ્યું, '1 નોકરી, 1000 બેરોજગાર... ક્યા કર દિયા દેશ કા હાલ.' આ ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ એક ન્યૂજ રિપોર્ટ શેર કર્યો છે. આવું પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ બેરોજગારીને લઈ રાહુલ ગાંધી મોદી સરકાર પર નિશાન સાધી ચૂક્યા છે. હાલમાં જ તેમણે પોતાના એક ટ્વીટમાં લખ્યું હતું કે પાછલા 4 મહિનામાં 2 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. 2 કરોડ પરિવારોનું ભવિષ્ય અંધકારમાં છે.












Click it and Unblock the Notifications
