For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAG રિપોર્ટથી સ્પષ્ટ, રાફેલ પર નિર્મલા સીતારમણ જૂઠ બોલ્યાઃ રાહુલ ગાંધી

કેગના રિપોર્ટ વિશે કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે કેગ રિપોર્ટ મુજબ નિર્મલા સીતારમણે સંસદમાં જૂઠ બોલ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટ વિશે કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે કેગ રિપોર્ટ મુજબ નિર્મલા સીતારમણે સંસદમાં જૂઠ બોલ્યુ છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે આ ડીલમાં ઘપલો થયો છે અને આ કોઈ રીતે છૂપાઈ શકે નહિ. અમલદારશાહી, વાયુસેના અને સંરક્ષણ મંત્રાલય એ માની રહ્યુ છે કે રાફેલ મામલે સો ટકા ચોરી થઈ છે.

Rahul Gandhi

રાહુલે કહ્યુ, જો તમે રિપોર્ટ પર નજર નાખો તે એમાં એ માનવામાં આવ્યુ છે ક 2007ના સોદામાં સંપ્રભુ ગેરેન્ટી, બેંક ગેરેન્ટી અને પ્રદર્શન ગેરેન્ટી શામેલ હતી જ્યારે નવા સોદામાં આ શામેલ નથી. 36 રાફેલ વિમાનોના નવા સોદામાં પ્રતિ વિમાન 25 મિલિયન યુરો વધુ ચૂકવણી કરવામાં આવી છે અને આ જ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વિપક્ષના નેતા હોવાથી મારુ કામ સરકારની ઉણપો બહાર લાવવાનું છે અને આ જ કામ હું કરી રહ્યો છુ. ગાંધીએ કહ્યુ કે નરેન્દ્ર મોદી અંદરથી ગભરાયેલા છે અને જાણે છે કે હવે ક્યાંકને ક્યાંક રાફેલ મામલો પોતાના અંજામ સુધી પહોંચશે.

રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપો વચ્ચે બુધવારે કેગનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. નરેન્દ્ર મોદી સરકારની 2016માં 36 રાફેલ લડાકુ વિમાનોની ડીલને કેગ રિપોર્ટમાં ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રાફેલ ડીલ પહેલાની તુલનામાં સસ્તી બતાવવામાં આવી છે. જો કે રિપોર્ટમાં જ્યાં કિંમતની વાત છે ત્યાં રાફેલ વિમાનોની કિંમતનો ઉલ્લેખ નથી. રિપોર્ટમાં કેગે તુલનાત્મક વિશ્લેષણ કર્યુ છે.

આ પણ વાંચોઃ લોકસભામાં પીએમ મોદીઃ પહેલી વાર ખબર પડી 'ગળે મળવા અને ગળે પડવા'માં શું છે તફાવતઆ પણ વાંચોઃ લોકસભામાં પીએમ મોદીઃ પહેલી વાર ખબર પડી 'ગળે મળવા અને ગળે પડવા'માં શું છે તફાવત

English summary
Rahul Gandhi attacks narendra modi nirmala sitaraman over cag report about rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X