રાફેલ કવર કરનારા પત્રકારોને મળી રહી છે ધમકીઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદા પર ફરીથી એક વાર પીએમ મોદી અને એનડીએ સરકાર પર નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદા પર ફરીથી એક વાર પીએમ મોદી અને એનડીએ સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર મોટો હુમલો કરતા કહ્યુ છે કે રાફેલ સોદાના સમાચાર આપવાવાળા પત્રકારોને ધમકી આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધી રાફેલ ડીમ મામલે પીએમ મોદી તેમજ કેન્દ્ર સરકારને ઘેરવાની સતત કોશિશ કરતા રહ્યા છે. સંસદ સત્ર દરમિયાન પણ તેમણે પીએમ મોદી પર રાફેલ ડીલ અંગે ઘણા આરોપ લગાવ્યા હતા.

‘પત્રકારોને ધમકીભર્યા સંદેશ મોકલવામાં આવી રહ્યા છે'
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘સુપ્રિમ લીડરના ચાપલૂસ રાફેલ ગોટાળાના સમાચાર આપતા પત્રકારોને ધમકીભર્યા સંદેશ મોકલી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે પાછા હટો નહિતર પછી... રાહુલે એ જ ટ્વિટમાં આગળ લખ્યુ, કેટલાક બહાદૂર પત્રકારો પર મને ગર્વ છે જે સત્યની રક્ષા કરવા અને મિસ્ટર 56 સામે ઊભા રહેવાની હિંમત બતાવી રહ્યા છે.'
|
રાફેલ ડીલ અંગે રાહુલ સતત બનાવી રહ્યા છે પીએમ મોદીની નિશાન
આ પહેલા શનિવારે પણ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યુ હતુ કે આવતા 50 વર્ષોમાં ઈન્ડિયન ટેક્સ પેયર્સ મિસ્ટર 56 (મોદી) ના દોસ્તના જોઈન્ટ વેન્ચરને 36 રાફેલ લડાકૂ વિમાનની જાળવણી માટે 100,000 કરોડ રૂપિયા ચૂકવશે.

રાફેલ ડીલ અંગે કોંગ્રેસનો હુમલો યથાવત
રાહુલ ગાંધી આગળ લખ્યુ હતુ, ‘સંરક્ષણ મંત્રી હવે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને આ તથ્યોનું ખંડન કરશે.. હંમેશાની જેમ... પરંતુ સત્ય આ પ્રેઝન્ટેશનમાં છૂપાયેલુ છે જે હું આની સાથે જોડી રહ્યો છુ. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક ખાનગી કંપની સાથે જોડાયેલા દસ્તાવેજ શેર કર્યા હતા.'












Click it and Unblock the Notifications
