Modi Surname Defamation Case: પીએમ મોદીને 'ચોર' કહેવા મામલે રાહુલ ગાંધી દોષિત જાહેર, સુરત કોર્ટનો ચુકાદો

Modi Surname Defamation Case: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 'ચોર' કહેવા મામલે સુરતકોર્ટે ગુરુવારે સુનાવણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ તેમની સાથે હાજર રહ્યા. રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કૉમન કેમ છે?
રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યુ હતુ કે બધા ચોરોની સરનેમ મોદી જ કેમ હોય છે? રાહુલની આ ટીપ્પણી સામે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આને આખા મોદી સમાજનુ અપમાન ગણાવીને ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં ભાજપ ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ 2019માં ચૂંટણી રેલીને સંબોધતી વખતે આખા મોદી સમાજને કથિત રીતે બદનામ કર્યો છે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ મામલે વર્ષ 2021માં સુરતની કોર્ટમાં હાજર થયા હતા અને પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતુ. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પનવાલાના જણાવ્યા મુજબ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા સપ્તાહે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સંભળાવવા માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.
નિષ્ણાતો મુજબ દોષી જાહેર થવાથી રાહુલ ગાંધીના સભ્યપદ પદ પર જોખમ તોળાઈ રહ્યુ છે. વળી, 2 વર્ષની સજાનુ એલાન પણ થઈ શકે છે. જો કે, રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યુ કે, મારા નિવેદનથી કોઈને નુકશાન થયુ નથી. તેમણે કોર્ટને સજા ઘટાડવાની અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
