For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઊર્જિત પટેલ, પીએમ મોદીને તેમને જગ્યા બતાવે: રાહુલ ગાંધી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે થનારી બોર્ડ બેઠક વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે થનારી બોર્ડ બેઠક વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી કોશિશ કરશે કે તેઓ દેશની સર્વોચ્ચ બેન્કોને બરબાદ કરી નાખે. તેઓ પોતાની કઠપૂતળીઓ ઘ્વારા આરબીઆઇ બોર્ડ બેઠકને બરબાદ કરવાની કોશિશ કરશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી અને તેમના ઉદ્યોગપતિ સાથીઓ સતત દેશની સંસ્થાઓને કમજોર કરવામાં લાગ્યા છે. તેઓ દેશની દરેક સંસ્થામાં દખલગીરી કરવા માંગે છે.

rahul gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આરબીઆઇ બેઠકમાં તેઓ આશા કરે છે કે ઊર્જિત પટેલ પીએમ મોદીને તેમની જગ્યા બતાવે. રાહુલ ગાંધીએ કહ્યું કે ઊર્જિત પટેલ અને તેમના સાથીઓ પીએમ મોદીને તેમની સાચી જગ્યા બતાવશે. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાંક સમયથી કેન્દ્રં અને આરબીઆઇ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. તેવામાં આજની બેઠક ખુબ જ અગત્યની રહેશે.

આ પણ વાંચો: DU નકલી ડિગ્રી મામલોઃ ભ્રષ્ટ-ચોર કહ્યા બાદ રાહુલે હવે મોદીના શિક્ષણ પર કર્યા સવાલ

સૂત્રો અનુસાર કેન્દ્રીય બેન્કના રીઝર્વને ઉપયોગ કરવા માટે બેન્ક અને સરકાર વચ્ચે કેસ ફસાયો છે. હાલમાં બેન્ક પાસે 9.5 લાખ કરોડ કરતા પણ વધારે રિઝર્વ ફંડ છે, જેનો સરકાર ઉપયોગ કરવા માંગે છે. સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે તેના એક ભાગનો ઉપયોગ કરવામાં આવે. જયારે રિઝર્વ બેંક ગવર્નર ઊર્જિત પટેલે તેનો ખુલ્લો વિરોધ કર્યો છે. આ મામલે બેંક અને સરકાર સામસામે આવી ચુકી છે.

આ પણ વાંચો: પીએમ મોદી પર કોંગ્રેસનો પલટવાર, તેમને પોતાના દાદા-દાદી વિશે ખબર નથી

English summary
Rahul Gandhi dares RBI governor Urjit Patel to show PM Modi his place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X