For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાળ રસ્તે નહીં પરંતુ ચીનના રસ્તે કરશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે. આપને જણાવી દઈએ કે પોતાને શિવભક્ત ગણાવનાર રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને વચન આપ્યું હતું કે કર્ણાટક ચૂંટણી પછી તેઓ કૈલાશ યાત્રા પર જશે. આ વચનને પૂરું કરવા માટે રાહુલ ગાંધી કૈલાશ યાત્રા પર નીકળી રહ્યા છે. પરંતુ અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાળ રસ્તે નહીં પરંતુ ચીનના રસ્તે કરશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા પર જશે રાહુલ ગાંધી

ધ્યાન આપવા જેવી બાબત છે કે કર્ણાટક ઈલેક્શન દરમિયાન રાહુલ ગાંધીના વિમાન સાથે એક દુર્ઘટના થતા રહી ગયી હતી. તેમનું જહાજ અચાનક ઘણા હજાર ફુટ નીચે આવી ગયું હતું. તેના વિશે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે પ્લેન અચાનક 8 હજાર ફુટ નીચે આવી ગયું હતું. હું અંદરથી હલી ગયો હતો અને મને લાગ્યું કે કામ ખતમ, ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું. હવે હું ત્યાં દર્શન કરવા જઈશ.

પોતાને શિવભક્ત કહે છે રાહુલ ગાંધી

આપને યાદ હોય તો બીજેપી ઘ્વારા રાહુલ ગાંધીના હિન્દૂ હોવા પર સવાલ ઉભા કરવામાં આવ્યા હતા, ત્યારથી રાહુલ ગાંધી પોતાને શિવભક્ત સાબિત કરવામાં જોડાઈ ગયા છે. તેઓ પોતાને જનેઉધારી હિન્દૂ કહે છે. ગુજરાત ઈલેક્શન દરમિયાન તેમના ઘણા મંદિરોમાં માથું પણ નમાવ્યું. તેમને એવું પણ કહ્યું કે તેઓ રુદ્રાક્ષની માળા પણ પહેરે છે.

કૈલાશ માનસરોવર યાત્રા

કૈલાશ માનસરોવર યાત્રા

હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ રાખતી માનસરોવર તિબ્બતની એક ઝીલ છે, જે 320 વર્ગ કિલોમીટર વર્ગમાં ફેલાયેલી છે. તેના ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષકતાલ છે. આ સમુદ્રતળથી 4556 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તેની ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે અને ઊંડાઈ 90 મીટર છે.

મનનું સરોવર

મનનું સરોવર

કૈલાશ પર્વત અને માનસરોવર ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે, તે હિમાલયના કેન્દ્રમાં આવેલું છે. માનસરોવર તે પવિત્ર જગ્યા છે જેને ભગવાન શિવનું ધામ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કૈલાશ પર્વત પર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે.

English summary
Congress chief Rahul Gandhi will go on a pilgrimage to Kailash Mansarovar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X