For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોંગ્રેસ અધ્યક્ષ માટે પહેલી પસંદ રાહુલ ગાંધી જ છે...', અશોક ગહેલોતના નજીકના સૂત્રનો દાવો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે, 'કોંગ્રેસ અધ્યક્ષ માટે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ મુકાબલો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર વચ્ચે થશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે, 'કોંગ્રેસ અધ્યક્ષ માટે પાર્ટીના ટોચના હોદ્દા માટે રાહુલ ગાંધી તેમની પ્રથમ પસંદગી છે તેવા અહેવાલો વચ્ચે રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છે.' સૂત્રોએ જણાવ્યુ હતુ કે અશોક ગહેલોત ઈચ્છે છે કે રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદના સંભવિત દાવેદાર તરીકે બહાર આવે અને ચૂંટણી લડે.

congress

અશોક ગેહલોતના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 'અશોક ગેહલોતનુ કહેવુ છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી લડવાના બદલે રાહુલ ગાંધીને આમ કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સોનિયા અને રાહુલ ગાંધીના વફાદાર સૈનિક છે. જો કે, ગેહલોતે પૂછ્યુ કે શું ચૂંટણી રાજસ્થાનમાં તેમના રાજકારણ પર લાંબા ગાળાની અસર કરશે. ગેહલોતે આ સવાલનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. ઘણા માને છે કે આ પદ માટે ગેહલોતને ટોચના નેતૃત્વનુ સમર્થન છે.

હાલ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે એક તરફ અશોક ગહેલોત ગાંધી પરિવારના નજીકના ગણાય છે. તો બીજી તરફ શશિ થરૂર છે જેમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે અને જેનુ પરિણામ 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળ્યા બાદ અટકળોએ જોર પકડ્યુ હતુ.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને પાર્ટી પ્રમુખ નક્કી કરવા માટે ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યુ હતુ. શશિ થરૂર ચૂંટણી લડવા માટે પાર્ટીની અંદર જી-23 જૂથના ઉમેદવાર છે. તેમને ઘણા સાંસદોનુ સમર્થન છે.

English summary
Rahul Gandhi first choice for Congress chief says Ashok Gehlot Close Sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X