અર્જન સિંહને શ્રદ્ધાંજલિ આપતાં મોટી ભૂલ કરી બેઠા રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ ફરી એકવાર એવું કંઇક કર્યું છે, જેના કારણે તેઓ હાંસીપાત્ર બન્યા છે અને કેટલાકે તો તેમની આલોચના પણ કરી છે. તમામ દિગ્ગજ નેતાઓની માફક રાહુલ ગાંધીએ પણ એર ફોર્સ માર્શલ અર્જન સિંહને શ્રદ્ધાંજલિ આપતું ટ્વીટ કર્યું હતું, આ ટ્વીટમાં જ રાહુલ ગાંધી મોટી ભૂલ કરી બેઠા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહનું શનિવારે સાંજે 7.47 કલાકે નિધન થયું હતું. 68 વર્ષીય અર્જન સિંહ લાંબા સમયથી બીમાર હતા, હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

rahul gandhi tweet

રાહુલ ગાંધીએ ડીલિટ કર્યું ટ્વીટ, પરંતુ...

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં માર્શલ અર્જન સિંહની જગ્યાએ એર માર્શલ અર્જન સિંહ લખી દીધું હતું. નોંધનીય છે કે, ભારતીય વાયુસેનામાં માર્શલનો અર્થ થાય છે ફાઇવ સ્ટાર રેંકના ઓફિસર અને એર માર્શલનો અર્થ થાય છે, ફોર સ્ટાર રેંકના ઓફિસર. રાહુલ ગાંધીને પોતાની ભૂલની જાણ થતાં તેમણે તરત જ આ ટ્વીટ ડીલિટ કરી દીધું હતું, પરંતુ ત્યાં સુધીમાં લોકો પાસે તેમના ટ્વીટના સ્ક્રિનશોટ પહોંચી ગયા હતા.

rahul gandhi tweet

PM બનવા માંગે છે રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની આ ભૂલ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની ખૂબ હાંસી ઉડાવી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા તૈયાર છે. આથી હવે તેમની ભૂલ બાદ તેઓ સોશિયલ મીડિયા પર યૂઝર્સના નિશાને આવી ગયા છે. એક યૂઝરે તો એમ પણ લખી દીધું કે, જેને એર માર્શલનો અર્થ નથી ખબર એ પીએમ બનવાનું સપનું જોઇ રહ્યાં છે.

English summary
The Congress vice president Rahul Gandhi termed Marshal of the Indian Air Force Arjan Singh as Air Marshal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.