Rahul Gandhi Disqualification: રાહુલ ગાંધીને સાંસદનો સરકારી બંગલો કરવો પડશે ખાલી, લોકસભામાંથી મળી નોટિસ

Rahul Gandhi Disqualification: કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાં અયોગ્ય ઠેરવ્યા બાદ હવે લોકસભા આવાસ સમિતિએ સરકાર તરફથી ફાળવેલ બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના સૂત્રો મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાંસદપદ ગુમાવી ચૂક્યા છે માટે તેમણે દિલ્લીનો સરકારી બંગલો ખાલી કરવો પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવા માટે 25 દિવસનો સમય આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર રાહુલે 22મી એપ્રિલ પહેલા દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કરવો પડશે. આ મામલે કોંગ્રેસે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ સૂત્રોને ટાંકીને નોટિસ મળવાના સમાચાર પર કહ્યુ, 'લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ રાહુલ ગાંધી પ્રત્યે ભાજપની નફરત દર્શાવે છે.' તેમણે કહ્યુ કે, નોટિસ આપ્યા પછી 30 દિવસ સુધી વ્યક્તિ એ ઘરમાં રહી શકે છે.
પ્રમોદ તિવારીએ કહ્યું કે, સાંસદપદ ગુમાવ્યા પછી અથવા સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા પછી સરકારી બંગલો ખાલી કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. આ પછી પણ, સાંસદ બજાર દરે ભાડુ ચૂકવીને એ જ મકાનમાં રહેવાનુ ચાલુ રાખી શકે છે. રાહુલ ગાંધી ઝેડ પ્લસ સુરક્ષા શ્રેણીમાં આવે છે. આવી સ્થિતિમાં આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.
This shows BJP's hatred towards Rahul Gandhi. For a period of 30 days after the notice is served, one can rightfully continue to stay in the same house. After the 30-day time period, one can continue to stay in the same house by paying rent at market rates. Rahul Gandhi comes… pic.twitter.com/EDaZTdwmOj
— ANI (@ANI) March 27, 2023
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને ગુજરાતની એક અદાલતે ગુનાહિત અવમાનના કેસમાં દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં સુરતની CJM કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી છે. તેના બીજા જ દિવસે લોકસભા સચિવાલય તરફથી રાહુલને ગેરલાયક ઠેરવવાની નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ પછી 'રાજકીય બદલો' જેવા આક્ષેપો થયા હતા.
કોંગ્રેસનો આરોપ છે કે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પૂછપરછ માટે રાહુલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલને સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તક મળી છે. જોકે, રાહુલને ગેરલાયક ઠેરવવામાં ઉતાવળ કર્યાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
