મોદી જેવા ગુણ રાહુલમાં નથી : રામદેવ

બાબા રામદેવે પોતાના યોગ શિબિર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મોદીએ ગુજરાતમાં પોતાના નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમણે જણાવ્યું કે નેતૃત્વ ક્ષમતા તત્વ જ્ઞાન અને અનુભવથી પ્રાપ્ત થાય છે તથા આના માટેની યોગ્યતા હોવી જરૂરી છે, જ્યારે રાહુલ ગાંધીમાં આ ગુણોનો અભાવ છે.
તેમણે રાહુલ ગાંધીને અનુભવહીન જણાવતા કહ્યું કે તેમનામાં ભારતના 125 કરોડ દેશવાસીઓનું નેતૃત્વ કરવાની ક્ષમતા નથી. તેમણે જણાવ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારની સાથે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકાર હાથ પર હાથ ધરીને બેઠી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના વખાણ કરતા રામદેવે જણાવ્યું કે એક ખેડૂત પરિવારમાં જન્મેલા છે અને તેમણે રાજનીતિ વારસામાં નથી મેળવી. તેમણે જણાવ્યું કે ચૌહાણ પ્રદેશની જનતાની સેવા કરીને સારુ કાર્ય કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
