ભાજપને કંઈ પણ પૂછો, ઈતિહાસ પર દોષ નાખશે, કોંગ્રેસે અંગ્રેજોની ભૂલ નથી ગણાવીઃ બાલાસોર પર અમેરિકામાં રાહુલ ગાંધી
Balasore Train Accident મામલે રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'તમે તેમને કંઈ પણ પૂછો, તેઓ બીજાના પર દોષ નાખશે. રાહુલે ઓડિશામાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાને લઈને યુએસના શહેર ન્યૂયોર્કમાં બીજેપીના નેતૃત્વવાળી કેન્દ્રની ટીકા કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (ભારતીય સમય) સરકાર પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે તે એક જ વિચારધારાને સમર્થન આપે છે, જે વાસ્તવિકતા ન સ્વીકારવાનું બહાનું બનાવે છે.

તમને જણાવી દઈએ કે ઓડિશાના બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડીની ભયાનક અથડામણ અને પાટા પરથી ઉતરી જવાથી 275 મુસાફરોના જીવ ગયા અને 1,000થી વધુ ઘાયલ થયા.
તેમની વર્તમાન યુએસ મુલાકાતના ભાગરૂપે ન્યુયોર્કમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આવી જ ટ્રેન દુર્ઘટનાને પગલે, તત્કાલીન રેલ્વે પ્રભારી મંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપ્યુ હતુ.
તેમણે કહ્યું, "મને યાદ છે કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે એક ટ્રેન દુર્ઘટના હતી. કોંગ્રેસે એવું નહોતું કહ્યું કે ટ્રેન દુર્ઘટના અંગ્રેજોની ભૂલને કારણે થઈ હતી. જવાબદારી છે અને હું રાજીનામું આપી રહ્યો છુ.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભાજપને પોતાની ભૂલો ન સ્વીકારવાની અને પ્રશ્નો પૂછવા પર કોંગ્રેસને દોષ દેવાની આદત છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, "તમે તેમને (ભાજપ) કંઈપણ પૂછો, તેઓ ઈતિહાસ પર દોષ નાખશે.''
રાહુલ ગાંધીના કહ્યુ કે, 'તેમને પૂછો કે ઓડિશા ટ્રેન દુર્ઘટના કેવી રીતે થઈ. તેઓ વાત કરશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલા શું કર્યુ હતુ.' અગાઉના નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાના પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું રાજીનામું માંગવુ જોઈએ.
નોંધનીય છે કે બાલાસોરમાં, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશન પર અથડામણ પહેલા ત્રણ અલગ-અલગ ટ્રેક પર હોવા છતાં એક ભયાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, બાલાસોર દુર્ઘટનાને પગલે રેલ્વે મંત્રીને બરતરફ કરવાની માંગ વચ્ચે વિપક્ષી નેતાઓ પર વળતો પ્રહાર કરતા ભાજપે કહ્યું કે લોકોના મોત પર રાજનીતિ કરવાનો આ સમય નથી.
#WATCH | I remember a train accident when the Congress party was in power. Congress did not get up and say that the train crashed because of the fault of the British. Congress minister said, "It's my responsibility and I'm resigning". So this is the problem we have back home, we… pic.twitter.com/2KrMxGYj1k
— ANI (@ANI) June 4, 2023
#WATCH | "The central architect of modern India was an NRI, Mahatma Gandhi was an NRI...The freedom movement of India began in South Africa...Nehru, BR Ambedkar, Sardar Vallabhbhai Patel, Subhas Chandra Bose, all were NRIs and had an open mind to the outside world...": Congress… pic.twitter.com/NjFT7NQE1X
— ANI (@ANI) June 4, 2023
#WATCH | ..." You ask them (BJP) anything, they will look back and pass the blame..ask them how the #TrainAccident (Odisha) happened, they will talk about what Congress did 50 years ago...": Congress leader Rahul Gandhi in New York pic.twitter.com/f6nu6BVK5c
— ANI (@ANI) June 4, 2023












Click it and Unblock the Notifications
