For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયનાડમાં રાહુલ ગાંધીઃ ગોડસેની જેમ નફરતથી ભર્યા છે મોદી, બંનેની વિચારધારા એક

કેરળના વાયનાડમાં એક રેલીને સંબોધિત કરીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે અને પીએમ નરેન્દ્ર મોદી એક જ વિચારધારામાં વિશ્વાસ કરે છે.

|
Google Oneindia Gujarati News

કેરળના વાયનાડમાં એક રેલીને સંબોધિત કરીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે અને પીએમ નરેન્દ્ર મોદી એક જ વિચારધારામાં વિશ્વાસ કરે છે, તેમનામાં કોઈ ફરક નથી. ગુરુવારે રાહુલે અહીં કહ્યુ કે જેમ ગોડસેની અંદર નફરત ભરેલી હતી, તે જ રીતે નરેન્દ્રની અંદર પણ નફરત ભરેલી છે.

જે ગોડસે સાથે હતા તે જ મોદી સાથે છે

જે ગોડસે સાથે હતા તે જ મોદી સાથે છે

નરેન્દ્ર મોદી પર હુમલો કરીને રાહુલે કહ્યુ ગોડસે અને મોદીની વિચારધારામાં માત્ર એક ફરક છે અને તે એ કે નરેન્દ્ર મોદે એ કહેવાની હિંમત નથી કે તે ગોડસેમાં વિશ્વાસ કરે છે. ગોડસેએ ગાંધીજીને માર્યા કારણકે તેને ના પોતાનામાં ભરોસો હતો અને ના તે કોઈને પ્રેમ કરતો હતો. બરાબર એ જ પીએમ સાથે પણ છે. ગોડસેની જેમ જ નફરતથી ભર્યા પ્રધાનમંત્રીને કોઈની પરવા નથી તે માત્ર પોતાને પ્રેમ કરે છે.

ગોડસેની જેમ મોદી સાથે પણ લડવાનુ છેઃ રાહુલ

ગોડસેની જેમ મોદી સાથે પણ લડવાનુ છેઃ રાહુલ

વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આજે (30 જાન્યુઆરી)ની તારીખે જ 1948માં નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. ગોડસેના વિચારથી દેશને બચાવવાની જરૂર છે. જે રીતે આપણે ગોડસેની વિચારધારા સામે લડીએ છીએ બરાબર એવી જ રીતે આપણે આ માણસ (નરેન્દ્ર મોદી)ની વિચારધારા સામે પણ લડવાનુ છે. સભા પહેલા રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડના કલપેટા વિસ્તારમાં ‘બંધારણ બચાવો' રેલીનુ નેતૃત્વ પણ કર્યુ.

‘નરેન્દ્ર મોદી મારી પાસે ભારતીયતાનો પુરાવા માંગનાર કોણ છે'

‘નરેન્દ્ર મોદી મારી પાસે ભારતીયતાનો પુરાવા માંગનાર કોણ છે'

રાહુલે સીએએ અને એનઆરસી વિશે કહ્યુ, ભારતીયોએ એ સાબિત કરવા માટે બનાવવામાં આવી રહ્યા છે કે તે ભારતીય છે. એ નક્કી કરનારા નરેન્દ્ર મોદી કોણ હોય છે કે શું હું ભારતીય છુ? હું જાણુ છુ કે હું એક ભારતીય છુ અને મારે એ સાબિત કરવાની જરૂર નથી. રાહુલે કહ્યુકે જ્યારે પણ તમે નરેન્દ્ર મોદીને બેરોજગારી અને નોકરીઓ વિશે પૂછો છો તે અચાનક ધ્યાન ભટકાવી દે છે. એનઆરસી અને સીએએથી નોકરીઓ નથી મળવાની. કાશ્મીરની સ્થિતિ અને અસમને બાળવાથી આપણા યુવાનોને રોજગાર નથી મળવાનુ. યુવાનોને રોજગાર જોઈએ.

આ પણ વાંચોઃ શરજીલ ઈમામનુ કબૂલનામુ - વીડિયોમાં જે કહ્યુ, મને તેના પર કોઈ પસ્તાવો નહિ

English summary
Rahul Gandhi in Wayanad Kerala Nathuram Godse Narendra Modi believe same ideology
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X