આતંકવાદીના હિટ લિસ્ટમાં સૌથી ટોપ પર છે રાહુલ ગાંધી
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આતંકવાદીઓથી સૌથી વધુ ખતરો છે અને તે ભારતમાં કામ કરી રહેલા આતંકવાદી સંગઠનોના હિટ લિસ્ટમાં સૌથી ઉપર છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ વાતનો દાવો કર્યો છે અને રાહુલ ગાંધીની સુરક્ષાને વધુ કડક બનાવવાના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે એક દિવસ પહેલાં તેમને પણ તેમના પિતા (રાજીવ ગાંધી) અને દાદી (ઇન્દિરા ગાંધી)ની જેમ મારી શકે છે.
તો બીજી તરફ રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને સુરક્ષા એજન્સીઓએ ખૂબ પહેલાં જ ચેતાવણી આપી દિધી છે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે કે નવેમ્બર 2007માં જ્યારે જૈશ એ મોહંમદે રાહુલ ગાંધીનું અપહરણ કરવાના કાવતરાનો ખુલાસો કર્યો હતો.

તે સમયે આતંકવાદીઓના નિશાના પર પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇ, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીનું નામ પણ સામે આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓએ ઇનપુટ આપ્યા છે કે એકવાર ફરી જૈશ એ મોહંમદ રાહુલ ગાંધીનું અપહરણ કરવાની ફિરાકમાં છે. આટલું જ નહી સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે જૈશ એ મોહંમદ પોતાના લડાકુઓને ટ્રેનિંગ આપી રહી છે.












Click it and Unblock the Notifications
