For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી, જાણો શું વાત થઈ?

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હરિયાણાના શાહબાદમાં ખેડૂત નેતાઓને મળ્યા હતા. અહીં રાકેશ ટિકૈત સાથે ખેડૂત નેતાઓનું પ્રતિનિધિ મંડળ રાહુલા ગાંધીને મળ્યુ હતું અને ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને હરિયાણામાં છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન ખેડૂતોના મુદ્દે સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધીએ રાકેશ ટિકૈત સહિતના ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી અહીં રાકેશ ટિકૈત, યુદ્ધવીર સિંહ, યોગેન્દ્ર યાદવ સહિતના પંજાબના ખેડૂત નેતાઓ સાથે લગભગ 1 કલાક સુધી મુલાકાત કરી હતી.

Rahul Gandhi

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હરિયાણાના શાહબાદમાં ખેડૂત નેતાઓને મળ્યા હતા. અહીં રાકેશ ટિકૈત સાથે ખેડૂત નેતાઓનું પ્રતિનિધિ મંડળ રાહુલા ગાંધીને મળ્યુ હતું અને ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે, તેમના સિવાય ઘણા ખેડૂત નેતાઓએ રાહુલ ગાંધી સાથે ઘણી વાતો કરી છે. આ દરમિયાન ખેડૂતો અને ગરીબો વિશે ચર્ચા કરવામાં આવી.

રાકેશ ટિકૈતે કહ્યું કે, ઘણા રાજ્યોમાં તેમની સરકારો છે, અમે તે રાજ્યોમાં ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વાત કરી છે. રાહુલ ગાંધીએ તે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરવી જોઈએ. રાકેશ ટિકૈતે કહ્યું કે યાત્રા ચાલી રહી છે, જે ઈચ્છે તે યાત્રામાં જોડાઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, બેઠક બાદ યાત્રામાં રાકેશ ટિકૈત રાહુલ ગાંધી સાથે જોડાયા છે.

અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કોંગ્રેસે રાકેશ ટિકૈતને આમંત્રણ આપ્યું હતું. અહીં રાકેશ ટિકૈતે યાત્રામાં જોડાવાની ના પાડતા કહ્યું કે, તે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ નહીં લે. ભારતીય કિસાન યુનિયનના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીની કૂચમાં ભાગ લેવા માટે સ્વતંત્ર છે, પરંતુ જિલ્લા પ્રમુખોથી ઉપરના હોદ્દેદારો તેમાં ભાગ લેશે નહીં.

English summary
Rahul Gandhi met Rakesh Tikait during the Bharat Jodo Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X