પીએમ મોદી પર રાહુલ ગાંધીએ ડેટા લીક મામલે લગાવ્યો ગંભીર આરોપ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડેટા લીક મામલે તીખા પ્રહાર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ઘ્વારા ટ્વિટર પર ટવિટ કરીને મોદી પર હુમલો કરવામાં આવ્યો છે. તેમને લખ્યું છે કે "મારુ નામ નરેન્દ્ર મોદી છે, હું ભારત નો પ્રધાનમંત્રી છું, તમે મારી ઓફિશ્યિલ એપ પર સાઈન અપ કરો છો તો હું તમારી બધી જ જાણકારી અમેરિકી કંપનીઓને આપું છું". આ ટવિટ પછી તેમને સોશ્યિલ મીડિયા પર લોકોનો આભાર માનતા જણાવ્યું કે તમે બધા ખુબ જ સારું કામ કરો છો અને આવી ખબરોને સામે લાવો છો.

rahul gandhi

પ્રધાનમંત્રી મોદીનો મજાક ઉડાવતા રાહુલ ગાંધીએ અમેરિકામાં રહેલા તેમના મિત્રની કંપનીને માહિતી આપવાનો આરોપ મૂક્યો છે. રાહુલ ગાંધી ઘ્વારા તેમના ટવિટ માં ફ્રાન્સ હેકર નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે લાખો લોકોની માહિતી લીક થઈ હતી, જેઓ નરેન્દ્ર મોદી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, તેમના ગુપ્ત માહિતી વચ્ચે લીક કર્યો છે. આપણે જણાવી દઈએ કે ઇલિયટ એલ્ડરસનએ એવો દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી એપ્લિકેશન પરના લોકોની વ્યક્તિગત માહિતી તેમને પરવાનગી વગર લોકો વચ્ચે શેર કરવામાં આવી છે. લોકોના ફોટો, ફોટો, ઇમેઇલ આઈડી શેર કર્યો હતો.

રાહુલ ગાંધી ના આરોપો પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાલ ને કારણે દેશની અદાલતોમાં ઘણા મામલા હજુ સુધી પેન્ડિંગ છે. તમારા કાર્યકાલ દરમિયાન ન્યાયપાલિકા ઇન્ફ્રાસ્ટ્રકચ વિકાસ સૌથી ઓછો હતો. અમે પરિસ્થિતિ ને પહેલા કરતા વધુ સારી બનાવી રહ્યા છે. અમે વધારે ડિજિટલ તરફ ધ્યાન આપી રહ્યા છે જેનાથી આ મામલે જલ્દી સારી હાલત જોવા મળે.

English summary
Rahul Gandhi mocks Prime Minister Narendra Modi over Data leak on twitter. He says PM shared data with his American friend.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.