For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે આ વર્ષે ઉદ્યોગપતિઓનુ 2378760000000 રૂપિયાનુ દેવુ માફ કર્યુઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે અને પોતાના ટ્વિટમાં જણાવ્યુ છે કે સરકારે ઉદ્યોગપતિઓનુ કેટલુ દેવુ માફ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Rahul Gandhi on Modi Government: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો છે અને પોતાના ટ્વિટમાં જણાવ્યુ છે કે સરકારે ઉદ્યોગપતિઓનુ કેટલુ દેવુ માફ કર્યુ છે. રાહુલે ગુરુવારે સવારે ટ્વિટ કરીને લખ્યુ છે, '2378760000000 રૂપિયાનુ દેવુ આ વર્ષે મોદી સરકારે અમુક ઉદ્યોગપતિનુ માફ કર્યુ છે. આ રકમથી કોવિડના મુશ્કેલ સમયમાં 11 કરોડ પરિવારોને 20-20 હજાર રૂપિયા આપી શકાતા હતા. મોદીજીના વિકાસની અસલિયત!'

rahul gandhi

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર અર્થવ્યવસ્થા, કોરોના વાયરસ અને કૃષિ કાયદા પર થઈ રહેલા વિરોધ પ્રદર્શન માટે સતત હુમલા કરી રહ્યા છે. આ પહેલા એક અન્ય ટ્વિટમાં પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો અને લખ્યુ હતુ કે ખેડૂતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી કરતા. પોતાના ટ્વિટમાં રાહુલે લખ્યુ હતુ, 'દરેક બેંક અકાઉન્ટમાં 15 લાખ રૂપિયા અને દર વર્ષે 2 કરોડ નોકરી. મને 50 દિવસનો સમય આપો નહિતો...આપણે 21 દિવસમાં કોરોના સામે જંગ જીતી જઈશુ. કોઈએ પણ આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી નથી કરી અને ના કોઈ પોસ્ટ લીધી. ખેડૂત મોદીજીના 'અસત્યગ્રહ'ના લાંબા ઈતિહાસના કારણે તેમના પર વિશ્વાસ નથી કરતા.'

rahul

બીજી તરફ રાહુલ ગાંધીના ઈટલી જવા માટે ભાજપે પણ તેમના પર નિશાન સાધ્યુ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કટાક્ષ કરીને કહ્યુ કે પાર્ટ ટાઈમ પૉલિટિક્સ, ફૂલ ટાઈમ પર્યટન અને પાખંડ જે નેતા કરશે તેને નાની યાદ આવશે. અને જ્યારે નાની યાદ આવે ત્યારે તે ક્યાં પહોંચી જાય છે તેની તો માત્ર તેને જ ખબર હોય છે.

ગુજરાતઃ 2409 ગામોમાં ખેડૂત સર્વોદય યોજનાથી અપાશે વીજળીગુજરાતઃ 2409 ગામોમાં ખેડૂત સર્વોદય યોજનાથી અપાશે વીજળી

English summary
Rahul Gandhi: Modi government forgive debt of 2378760000000 rupees of some businessmen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X