For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ

PSE સર્વેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ માટે મુસ્લિમ અને અનુસૂચિત જાતિના લોકોની પહેલી પસંદ છે.

|
Google Oneindia Gujarati News

ચૂંટણી કમિશને રવિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ. સાત તબક્કામાં યોજાનાર સામાન્ય ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ આવશે. આ દરમિયાન ઘણી ટીવી ચેનલો અને એજન્સીઓના ચૂંટણી સર્વે આવવા શરૂ થઈ ગયા છે. એક્સિસ માય ઈન્ડિયા તરફથી ઈન્ડિયા ટુડે માટે કરાવેલા પૉલિટિકલ સ્ટૉક એક્સચેન્જ (PSE) સર્વેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ માટે મુસ્લિમ અને અનુસૂચિત જાતિના લોકોની પહેલી પસંદ છે. જો કે સર્વેક્ષણથી માલુમ પડે છે કે દેશભરમાં પીએમ નરેન્દ્ર મોદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી વધુ લોકપ્રિયતા ધરાવે છે.

મુસ્લિમ અને એસસીની પહેલી પસંદ રાહુલ ગાંધી

મુસ્લિમ અને એસસીની પહેલી પસંદ રાહુલ ગાંધી

સર્વેની માનીએ તો પરિણામોને જોતા અનુસૂચિત જાતિના મતદારોમાંથી 44 ટકા રાહુલ ગાંધીને પસંદ કરે છે જ્યારે 41 ટકા ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને આવે. 34 ટકા મતદારો જાન્યુઆરીમાં રાહુલને સમર્થન આપી રહ્યા હતા જે માર્ચ સર્વેમાં 10 ટકા વધી 44 ટકા થઈ ગયા. જ્યારે પીએમ મોદી માટે આ જ ગ્રાફ છ ટકા સુધી ઘટી ગયો છે. વળી, 61 ટકા મુસલમાન ઈચ્છે છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનને. મુસ્લિમ સમાજમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં છેલ્લા બે મહિનામાં 4 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી સર્વેમાં રાહુલને 57 ટકા મુસ્લિમ મતદારોનું સમર્થન મળ્યુ હતુ જે માર્ચના સર્વેમાં વધીને 61 ટકા થઈ ગયુ છે.

ચૂંટણી નજીક આવવા સાતે મોદીની લોકપ્રિયતા વધી

ચૂંટણી નજીક આવવા સાતે મોદીની લોકપ્રિયતા વધી

સર્વે અનુસાર દેશભરમાં પીએમ માટે પહેલી પસંદ પર 53 ટકા સાથે નરેન્દ્ર મોદી છે. જ્યારે રાહુલ ગાંધી 33 ટકા લોકોની પસંદ સાથે બીજા સ્થાન પર છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં થયેલા PSE સર્વેમાં મોદીને 48 ટકા અને રાહુલને 35 ટકા મતદારોએ પ્રધાનમંત્રી માટે પહેલી પસંદ ગણાવ્યા હતા. વળી, ઓક્ટોબર PSEમાં મોદી-ગાંધીની લોકપ્રિયતાનો આ રેશિયો 46:32 હતો. ચૂંટણી નજીક આવવા સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ગયા 5 મહિનામાં ઉપર ચઢ્યો છે.

સામાન્ય વર્ગમાં પીએમની પહેલી પસંદ મોદી છે

સામાન્ય વર્ગમાં પીએમની પહેલી પસંદ મોદી છે

જો વાત સામાન્ય વર્ગ અને ઓબીસી મતદારોની કરીએ તો તેમની વચ્ચે મોદી હજુ પણ પહેલી પસંદ છે. પીએમ મોદીને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં 67 મતદારોનું સમર્થન મળેલ છે. જાન્યુઆરીમાં થયેલા આ સર્વેમાં આ વર્ગથી પીએમ મોદીને 55 ટકા લોકોનું જ સમર્થન મળેલુ હતુ. વળી, સામાન્ય વર્ગમાં પીએમ મોદીને સમર્થન જાન્યુઆરીમાં 55 ટકા હતુ કે જે માર્ચમાં વધીને 72 ટકા સુધી પહોંચી ગયુ. રાહુલને સામાન્ય વર્ગમાં 15 ટકા મતદારો પ્રધાનમંત્રી માટે પહેલી પસંદ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશનઆ પણ વાંચોઃ સેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન

English summary
Rahul Gandhi more popular PM choice than Narendra Modi for SCs and Muslims voters in PSE poll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X