Rahul Gandhi on Haryana Results : હરિયાણા-કાશ્મીર ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

Haryana Election 2024 Result : હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પરિણામ સારા નથી આવ્યા.

કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બની છે પરંતુ હરિયાણામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યુ છે.

Rahul Gandhi on Haryana Results

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયા એલાયન્સની જીતને બંધારણની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે આ લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.

હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોનો દિલથી આભાર - રાજ્યમાં ભારતની જીત એ બંધારણની જીત છે, લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે.

હરિયાણાની ચૂંટણી પર તેમણે કહ્યું કે, અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરાશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.

જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 90માંથી 48 બેઠકો બીજેપીને મળી છે. કોંગ્રેસને 37 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી છે. અહીં બીજેપી 29 બેઠકો સાથે બીજા ક્રમે છે અને નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં કોંગ્રેસે 6 બેઠકો જીતી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X