For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા-બસપા ગઠબંધન પર બોલ્યા રાહુલ ગાંધી- અખિલેશ યાદવ અને માયાવતી પ્રત્યે સન્માન છે

સપા-બસપા ગઠબંધન પર શું બોલ્યા રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનના એલાન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોંચેલ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉત્તર પ્રદેશના લોકોને આપવા માટે ઘણું બધું છે. બસપા અને સપાના નેતાઓ પ્રત્યે મારા મનમાં સન્માન છે, તેઓ જે કરવા ઈચ્છે છે તે કરવાનો તેમને અધિકાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બસપા અને સપાએ એક રાજનૈતિક નિર્ણય લીધો છે. હવે એ અમારા પર છે કે કોંગ્રેસ પાર્ટીને કેવી રીતે મજબૂત કરવામાં આવે અને પોતાની પૂરી ક્ષમતા સાથે લડીએ.

rahul gandhi

બે દિવસીય પ્રવાસ માટે દુબઈ પહોંચેલા રાહુલ ગાંધીએ અન્ય કેટલાય મુદ્દા પર પોતાની વાત રાખી છે. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઈને પણ પોતાની વાત રાખી છે. તેમણે કહ્યું કે આરએસએસ વિચારી રહ્યું છે કે લોકોનો અવાજ અપ્રાસંગિક છે. 2019ની ચૂંટણીને જીતવાના કારણોમાંથી એક એ પણ છે કે અધિકારીઓ અને સંસ્થાઓથી મોટા પાયે પ્રતિક્રિયા આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે અમે આ સ્વીકાર કરીશું નહિ. જ્યારે પાકિસ્તાન પર પોતાની વાત રાખતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધ માટે છું, હું પાકિસ્તાન તરફથી નિર્દોશ ભારતીયો પર કરવામાં આવી રહેલ હિંસા બિલકુલ સહન નહિં કરું.

આવી રીતે કરી સીટની વહેંચણી

સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના મુખ્યા માયાવતીએ આજે સંયુક્ત પ્રેસ કોન્ફ્રન્સ કરી ગઠબંધનનું એલાન કરી દીધું છે. જેમાં સીટોની વહેંચણીને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બંને પા્ટી યૂપીની 80 લોકસભા સીટમાંથી 38-38 સીટ પર ચૂંટણી લડશે, જ્યારે 2 પર આરએલડી અને 2 કોંગ્રેસ માટે છોડી દેવામાં આવી છે. ગઠબંધનનું એલાન કતાં માયાવતીએ કેન્દ્નની મોદી સરકાર પર પણ હુમલો બોલ્યો છે.

આ પણ વાંચો- 'માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ

English summary
Rahul Gandhi on SP-BSP alliance, says Respect for Akhilesh Yadav and Mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X