Rahul Gandhi : હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર નેતાઓ પર રાહુલ ગાંધી ભડક્યા, જાણો શું કહ્યું?

Rahul Gandhi : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી હરિયાણામાં પાર્ટીને મળેલી હાર બાદ નેતાઓનો ક્લાસ લઈ રહ્યાં છે. રાજ્યના નેતાઓ સાથે એક પછી એક બેઠકો ચાલી રહી છે.

આજે એક બેઠકમાં રાહુલ ગાંધી ગુસ્સે જોવા મળ્યા અને તેમણે હાર માટે જવાબદાર નેતાઓને નામ લીધા વિના ઘણુ કહી દીધુ. તેમને હાર માટે સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવ્યા.

Rahul Gandhi

બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસની હારનું કારણ રાજ્યના કોંગ્રેસના નેતાઓ છે. અહીં તેમણે કોઈનું નામ લીધા વિના બળાપો ઠાલવ્યો. તેમણે આપેલા નિવેદન પરથી તેમની નારાજગી સ્પષ્ટ દેખાઈ.

જણાવી દઈએ કે, આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, અજય માકન અને અશોક ગેહલોત હાજર હતા. રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, ચૂંટણીમાં પાર્ટીનું હિત બીજા સ્થાને રહ્યું અને નેતાઓનું હિત મુખ્ય રહ્યું. નેતાઓ ચૂંટણીમાં પોતાના અંગત હિતોને આગળ રાખ્યા.

હરિયાણાની હારે કોંગ્રેસને અંદરથી હલાવી દીધી છે. આ જ કારણ છે કે પાર્ટીએ હરિયાણા ચૂંટણી પરિણામોની તપાસ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી કોંગ્રેસના ઉમેદવારો અને રાજ્યના નેતાઓને મળશે અને તેનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપશે. આ સમિતિની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા કમિટીની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે, જે પરિણામો સામે આવ્યા છે તે અણધાર્યા અને ચોંકાવનારા છે. આજે અમે એક બેઠક કરી અને હરિયાણામાં હારના કારણો પર ચર્ચા કરી. અમે અમારું વિશ્લેષણ ચાલુ રાખીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X