રાહુલ ગાંધી સજા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા, સુરત કોર્ટના આદેશને પડકાર્યો
રાહુલ ગાંધીએ સુરત કોર્ટે ફટકારેલી સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. સુરત સેશન્સ કોર્ટે સજાને બરકરાર રાખ્યા બાદ હવે રાહુલ ગાંધીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. મોદી સરનેમ વિવાદમાં કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે.
સુરત કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો. જો કે સુરત કોર્ટે પણ નિર્ણયને કાયમ રાખ્યો હતો. હાઈકોર્ટમાં મોદી સરનેમ સાથે જોડાયેલા આ કેસમાં રાહુલ ગાંધીએ પોતાની સજા પર રોક લગાવવાની અપીલ કરી છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકે લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે.

ગયા મહિને સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેમને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. અપીલમાં રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં કહ્યું હતું કે, સાંસદ તરીકેની તેમની સ્થિતિથી પ્રભાવિત થઈને ટ્રાયલ કોર્ટે તેમની સાથે કઠોર વર્તન કર્યું.
જો કે કોર્ટ રાહુલ ગાંધીની દલીલો સાથે અસંમત હતી અને કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે જો દોષી ઠેરવવામાં નહીં આવે અને ચૂંટણી લડવાની તક નહીં મળે તો તેમને મોટુ નુકસાન થઈ શકે છે.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે તમામ ચોરોની અટક મોદી કેવી રીતે હોઈ શકે? આ અંગે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં કેસ કર્યો હતો.
બીજેપીનો આરોપ છે કે રાહુલનું નિવેદન ઓબીસી સમુદાયનું અપમાન છે. ગુજરાતમાં ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ ચાર વર્ષ પહેલા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સજા બાદ રાહુલ ગાંધીને એક મહિનાનો સમય કોર્ટે આપ્યો હતો.












Click it and Unblock the Notifications
