Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul Gandhi Road show: વાયનાડમાં રોડ શો પહેલા રાહુલ ગાંધીના હેલીકૉપ્ટરનુ ECI ફ્લાઈંગ સ્કવૉડે કર્યુ ચેકિંગ

Rahul Gandhi Wayanad Road Show: દેશભરમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધી સોમવારે કેરળ પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમની લોકસભા સીટ વાયનાડમાં રોડ શો કર્યો હતો.

આ દરમિયાન રાહુલ ગાંધીના સમર્થનમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોને સંબોધતા કોંગ્રેસના નેતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આજે મુખ્ય લડાઈ આરએસએસની વિચારધારા સામે છે.

Rahul Gandhi Road show

કેરળ આવતા પહેલા ચૂંટણી પંચના અધિકારીઓએ તમિલનાડુના નીલગીરીમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. કેરળના પ્રવાસે પહોંચતા પહેલા રાહુલ ગાંધી તમિલનાડુના નીલગિરિસ પહોંચ્યા, જ્યાં ચૂંટણી પંચ (ECI)ના અધિકારીઓએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી. નીલગીરીમાં ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્ક્વૉડના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વાસ્તવમાં, રાહુલ કેરળમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ જઈ રહ્યા હતા.

રોડ શો દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને વડાપ્રધાન કહે છે કે તેઓ એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક નેતા, એક ભાષા ઈચ્છે છે. ભાષા એ લાદવામાં આવેલી વસ્તુ નથી. ભાષા એવી વસ્તુ છે જે લોકોની અંદરથી આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, કેરળના લોકોને એમ કહેવું કે તમારી ભાષા હિન્દી કરતાં હલકી ગુણવત્તાની છે તે અપમાનજનક છે. ભારતમાં એક જ નેતા હોવો જોઈએ એવું કહેવું એ દેશના તમામ યુવાનોનું અપમાન કરવા જેવું છે.

કેરળના વાયનાડ જિલ્લાના નીલીગીરી જિલ્લાથી બાયરોડ રાહુલ ગાંધી સુલતાન બાથેરી પહોંચ્યા. અહીં તેમણે ઓપન-રુફ કારમાં સવાર થઈને રોડ શો કર્યો, લોકોને શુભેચ્છા પાઠવી. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી સીપીઆઈ નેતા એની રાજા અને બીજેપી ઉમેદવાર સુરેન્દ્રન સામે ચૂંટણી લડી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X