For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ એક વર્ષ પૂર્ણ કર્યું, જાણો ઉપલબ્ધીઓ

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ એક વર્ષ પૂર્ણ કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ કરી લીધું છે. અધ્યક્ષ તરીકે એક વર્ષનો અંત રાહુલ ગાંધીએ ધમાકેદાર જીત સાથે કર્યો છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રતિદ્વંદ્વિ ભાજપને ત્રણ રાજ્યોમાં ધોબી પછાડ આપી. અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વર્ષ ગાંઠ એવા સમયે આવી છે જ્યારે તેમની પાર્ટીના ત્રણ મુખ્મંત્રીઓ શપથ લેવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂરું થવા પર ટ્વીટર પર એક સંદેશ લખીને સૌને ધન્યવાદ આપ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યાની પહેલી વર્ષગાંઠ પર હું એક મજબૂત, એકજુટ અને જીવંત કોંગ્રેસ પાર્ટી બનાવવા માટે મારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરું છું. હું આજે અભિવાદન અને સંદેશથી અભિભૂત છું અને તમારા સ્નેહ અને સમર્થન માટે તમારા બધાને ધન્યવાદ આપું છું.

પહેલી જીતનો સ્વાદ રાજસ્થાનમાં ચાખ્યો

પહેલી જીતનો સ્વાદ રાજસ્થાનમાં ચાખ્યો

જણાવી દઈએ કે પાછલા વર્ષે તેઓ પાર્ટીના અધ્યક્ષના રૂપમાં વિરોધ વિના ચૂંટાયા, તેઓ પોતાની મા અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઉત્તરાધિકારી બન્યા. 48 વર્ષીય રાહુલ ગાંધી નેહરુ પરિવારથી દેશની સૌથી જૂની પાર્ટીના નેતૃત્વ કરનાર પાંચમા વ્યક્તિ છે. એમના નેતૃત્વમાં કોંગ્રેસે જાન્યુઆરી 2018માં પહેલી જીત નોંધાવી, જ્યારે પાર્ટીએ અલવર અને અજમેર લોકસભા ચૂંટણી ક્ષેત્રની ઉપ-ચૂંટણી જીતી. જેના પર સત્તારૂઢ ભાજપનો કબ્જો હતો.

કર્ણાટકમાં મળી મોટી જીત

કર્ણાટકમાં મળી મોટી જીત

જો કે, તેમણે મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યાં કોંગ્રેસ અને યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીની ગઠબંધન સરકારને રાષ્ટ્રીય પીપુલ્સ પાર્ટીની આગેવાની વાળી સરકારને સત્તાથી બેદખલ કરી દીધી. કોંગ્રેસે પોતાની પહેલી સૌથી મોટી જીત મે મહિનામાં કર્ણાટકમાં નોંધાવી. જો કે પાર્ટી અહીં ચૂંટણી હારી ગઈ પરંતુ કોંગ્રેસ જેડીએસ સાથેના ગઠબંધનથી સત્તામાં વાપસી કરવામાં સફળતા મેળવી લીધી. આ ભાજપ માટે મોટો ઝાટકો સાબિત થયો. કેમ કે રાજ્યમાં ભાજપને સૌથી વધુ સીટ મળી હતી પરંતુ તેઓ બહુમતી હાંસલ ન કરી શક્યા.

પાર્ટીને અલ્પસંખ્યક પક્ષ વાળી છબીથી છૂટકારો અપાવ્યો

પાર્ટીને અલ્પસંખ્યક પક્ષ વાળી છબીથી છૂટકારો અપાવ્યો

રાહુલ ગાંધીએ ન માત્ર રાજનૈતિક બદલાવ પર કામ કર્યું બલકે તેમણે પાર્ટીની છબી બદલવાની દિશામાં પણ આકરી મહેનત કરી છે. તેમણે એક મંદિરથી બીજા મંદિરમાં જઈ પાર્ટીને અલ્પસંખ્યક પક્ષ વાળી છબીથી કેટલીક હદે છૂટકારો અપાવ્યો છે. ચૂંટણીમાં તેમણે ખુદને ભગવાન શિવના ભક્તના રૂપમાં રજૂ કર્યા અને કૈલાશ માનસરોવર યાત્રા કરી. આગામી સમયમાં તેમની રાજનૈતિક સમજ બિન-ભાજપી દળોના ગઠબંધ બનાવવાની એમની ક્ષમતાના આધાર પર આંકવામાં આવશ.

રાફેલ ડીલમાં મામા અને અંકલ નથી એટલે ભડક્યું કોંગ્રેસઃ મોદીરાફેલ ડીલમાં મામા અને અંકલ નથી એટલે ભડક્યું કોંગ્રેસઃ મોદી

English summary
rahul gandhi's 1st anniversary of taking over as Congress President
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X