Rahul Gandhi: રાહુલ ગાંધીની સજા પર રોક લગાવતી અરજી પર સુનાવણી પૂરી, કોર્ટ હવે 20 એપ્રિલે સંભળાવશે ચુકાદો

Rahul Gandhi: સુરત સેશન્સ કોર્ટે ગુરુવારે મોદી અટક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી કરી. આ સુનાવણી લાંબા સમય સુધી ચાલી હતી. કોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

કોર્ટ 20 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે. રાહુલ ગાંધીના વકીલે ગુરુવારે કહ્યુ કે સજા પર સ્ટે મૂકવાની અરજી પર સુનાવણી થઈ. 6 કલાકથી વધુ સમય સુધી સુનાવણી ચાલી. જસ્ટિસ રૉબિન મોગેરાએ રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી.

Rahul Gandhi

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને મોદી સરનેમના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા આ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી રાહત મળી હતી. કોર્ટે તેમના જામીન 13 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. રાહુલ ગાંધી તેમની સજાને પડકારવા 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધી સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતી. કોર્ટમાંથી બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આ 'મિત્રકાળ' વિરુદ્ધ લોકશાહી બચાવવાની લડાઈ છે. આ સંઘર્ષમાં સત્ય એ જ મારુ શસ્ત્ર છે અને સત્ય એ મારો સહારો છે!

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે મોદી સરનેમ ધરાવતા તમામ લોકો ચોર છે. તેમણે એમ પણ કહ્યુ કે નીરવ મોદી અને લલિત મોદી હજારો કરોડ રૂપિયા લઈને દેશ છોડીને ભાગી ગયા છે.

આ પછી રાહુલ ગાંધી પર મોદી અટક ધરાવતા વ્યક્તિ દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાહુલ ગાંધીને મળવા માટે દિલ્લી પહોંચી ગયા છે. જેડીયુ નેતા નીતીશની સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પણ હાજર હતા.

આ સિવાય ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. ચૂંટણી માહોલ વચ્ચે ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X