કોર્ટમાંથી જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીનું ટ્વિટ, કહ્યું-સત્ય મારૂ હથિયાર
સુરત : વિવાદીત મોદી ટિપ્પણી કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે. આજે થયેલી સૂનાવણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પહોંચ્યા હતા. અહીં જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ. ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મિત્રકાલ સામે, આ લોકશાહી બચાવવાની લડાઈ છે. આ સંઘર્ષમાં સત્ય એ મારું શસ્ત્ર છે અને સત્ય એ મારો સહારો છે. સુરત કોર્ટે રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધીના જામીન આપ્યા છે.

સુરતમાં રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી સાથે પહોંચ્યા હતા. આ સિવાય મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીને જામીન મળ્યા બાદ ટ્વિટ કરીને પ્રિયંકા ગાંધીએ લખ્યુ કે, યોદ્ધાઓ વિચલિત થતા નથી, એક ક્ષણ માટે પણ ધીરજ ગુમાવતા નથી, અવરોધોને સ્વીકારે છે અને કાંટામાંથી રસ્તો કાઢે છે.
આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સંસદમાં તમામ સભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના નેતાઓને રાહુલ ગાંધીની સદસ્યતા ખતમ કરવા મુદ્દે કાળા કપડા પહેરવાની અપીલ કરી હતી અને ત્યારબાદ વિજય ચોક સુધી રેલી યોજી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકના કોલારમાં એક વિવાદીત નિવેદન મુદ્દે સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ સજા બાદ તેમની લોકસભા સદસ્યતા ખતમ કરી દેવાઈ છે. જેને લઈને કોંગ્રેસ આ દિવસોમાં ઉગ્ર વિરોધ કરી રહી છે.












Click it and Unblock the Notifications
